Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઇના ચેમ્બૂર-વિક્રોલીમાં ભૂસ્ખલન : દિવાલ પડતા ૨૩ લોકોના મોત

વરસાદ

મુંબઇમાં ભારે વરસાદથી વિનાશ, ઠેર-ઠેર પાણી ભરાયા

હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા, બચાવ કાર્ય હજુ પણ ચાલુ, મુંબઈનો સાયન રેલવે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના લોકોએ દુઃખ વ્યક્ત કર્યું, ૨ લાખની સહાય જાહેર કરી

મુંબઈ : ભારે વરસાદના કારણે ફરી માયાનગરી મુંબઈમાં આફત આવી ગઈ છે. મુંબઈમાં રાતથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે અને સ્થળે પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના ચેમ્બુર અને વિક્રોલી વિસ્તારમાં ભૂસ્ખલનને લીધે દીવાલ પડતાં ૨૩ લોકોનાં મોત થયા છે. મુંબઈમાં વાશી નાકા નજીક ન્યૂ ભારત નગરમાં ભારે વરસાદને પગલે શનિવારે મધરાતે એક વૃક્ષ તૂટી પડ્યું હતું અને તેને લીધે દીવાલ ધસી પડી હતી. આ ઘટનામાં ૧૯ લોકો મૃત્યુ પામ્યાં છે અને બે લોકો રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. અન્ય ૪ લોકો વિક્રોલી નજીક ઇમારત તૂટી પડતા થયેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે.

આ અકસ્માત પંચશીલ ચાલી વિસ્તારમાં સૂર્ય નગર પાસે ભારે વરસાદને કારણે મધરાતે ૩.૩૦ વાગે આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક લોકો દબાયેલા હોવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. જેથી લોકોને બચાવવા માટે કાટમાળ દૂર કરી રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં શરું છે. જોકે સતત પડતા વરસાદના કારણે બચાવકાર્યમાં મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં ૧૬ લોકોને કાટમાળ હેઠળથી બહાર કાઢવામાં આવ્યા છે અને મેડિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારજનોને વડા પ્રધાનના આપદા રાહત ભંડોળમાંથી ૨ લાખની સહાય અને ઈજાગ્રસ્તને ૫૦ હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૃતકોના પરિવારજનોને ૫ લાખની સહાય અને ઈજાગ્રસ્તોને મફત સારવાર આપવાનું કહ્યું છે.

Other News : ભારે વરસાદથી મુંબઇ બેહાલ : નીચલા વિસ્તારોમાં ચારેબાજુ પાણી જ પાણી

Related posts

છેડતીથી બચવાના પ્રયાસ દરમ્યાન વિદ્યાર્થીનીનું માર્ગ અકસ્માતમાં મોતઃ પિતાનો હત્યાનો આક્ષેપ

Charotar Sandesh

શ્રીનગરમાં CRPFના કાફલા પર આતંકી હુમલો : બે જવાન શહીદ, બે ઘાયલ…

Charotar Sandesh

પુલવામા : એનઆઇએેની ચાર્જશીટમાં મસૂદ સહિત ૧૯ આરોપી…

Charotar Sandesh