Charotar Sandesh
ગુજરાત

કાયદા-વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ : સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા મામલે અમિત ચાવડાનું નિવેદન

કાયદા-વ્યવસ્થા

ભાવુ અને ભુપાભાઈના રાજમાં રાજ્યમાં સુરક્ષા કાયદા-વ્યવસ્થા ખાડે ગઈ છે : કોંગ્રેસ નેતા અમિત ચાવડા

સુરત : ગુજરાતમાં ધીરે-ધીરે ક્રાઈમ ઝડપતી વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સુરતના પાસોદરા નજીક એક તરફી પ્રેમમાં શખ્સ હત્યારો બન્યો છે. હુમલા દરમિયાન યુવતીના ગળાના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા. પ્રેમી યુવકે યુવતીના ભાઈ અને પિતા પર પણ હુમલો કર્યો હતો. હત્યા-હુમલો કર્યા બાદ સનકી યુવકે ઝેરી ગોળી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હત્યારા યુવક સહિત મૃતક યુવતીના ઈજાગ્રસ્ત ભાઈ અને પિતા હાલ હોસ્પિટલમાં દાખલ છે. કામરેજ પોલીસે ઘટનાને પગલે કાર્યવાહી શરૂ કરી છે.

શહેરમાં બનેલ જાહેરમાં હત્યાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર મચાવી દીધી છે, અને વિપક્ષ સહિત જાહેર જનતા પોલીસની સુરક્ષા અંગે સવાલો ઉઠાવી રહી છે

ત્યારે કોંગ્રેસ નેતા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ સોશિયલ મિડીયા થકી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સત્તા પક્ષને આડે હાથ લઈ રહી છે.

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવેલ કે, ભાવુ અને ભુપાભાઈના રાજમાં રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા ખાડે ગઈ છે, આજે લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે અને અસલામતી અનુભવી રહ્યા છે. જે શહેરમાંથી રાજ્યના ગૃહમંત્રી આવે છે તે શહેરમાં એક દિવસમાં ત્રણ હત્યાઓ થઈ છે, જે ખુબ દુખનીય અને ચિંતાજનક છે.

Other News : આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચે એક્સપ્રેસ વે ઉપર ટ્રકમાંથી ૧૦ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Related posts

જરુર પડશે તો ગાંધીનગરમાં પણ ટ્રેક્ટર રેલી થશે : ખેડૂત નેતા રાકેશ ટિકૈત

Charotar Sandesh

વીરતા પુરસ્કારની યાદીમાં ગુજરાતના ૧૯ પોલીસકર્મીને અપાશે પુરસ્કાર…

Charotar Sandesh

તેજસ ટ્રેનના ઉદ્ઘાટન પહેલા રેલ યુનિયનનો વિરોધ, ૧૮ની અટકાયત…

Charotar Sandesh