Charotar Sandesh
ગુજરાત

કોરોનાની જેમ આખું ગુજરાત ભરડામાં આવશે ! રોજ આવી રહ્યાં છે વાયરલ કન્ઝકટીવાઇટીસના ૩૦ હજાર કેસ

વાયરલ કન્ઝકટીવાઇટીસ

અમદાવાદ : ગુજરાતના નાગરિકોમાં હાલ આંખ આવવાનું એટલે કે વાયરલ કન્ઝકટીવાઇટીસનું ચેપી સંક્રમણ જોવા મળી રહેલ છે, પરંતુ સારી વાત એ છે કે આ વાઇરલના કારણે સંક્રમિત દર્દીને સામાન્ય રીતે પાંચ દિવસમાં મટી જાય છે.

આ બાબતે નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આ ચેપી સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાઇરસ દ્વારા ફેલાઇ રહેલ છે, આ સંદર્ભે એમ એન્ડ જે આઇ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થલ્મોલોજી, અમદાવાદ ખાતે કન્ઝકટીવાઇટીસ દર્દીઓની આંખમાથી લેવાયેલ નમૂનાની લેબોરેટરી પરિક્ષણમાં પણ આ વાઇરસની હાજરી જોવા મળેલ છે

આંખના રોગોના નિષ્ણાતોના અભિપ્રાય મુજબ વાઇરસના કારણે લાગતા ચેપની સારવારમાં એન્ટીબાયોટીક આઇ ડ્રોપ્સ જેવા કે Moxifloxacin Eye Drops, Gatifloxacin Eye Drops અથવા Ciprofloxacin Eye Dropsની જરૂરીયાત દરેક દર્દીને હોતી નથી. ખાસ કિસ્સા જેવા કે સેકેન્ડરી બેકટેરીયલ ઇન્ફેકશન થવાના કારણે કીકીમાં રોગની અસર જણાય અને દ્રષ્ટિને નુકશાન થવાની સંભાવના હોય તેવા સંજોગોમાં તબીબોના અભિપ્રાય મુજબ આ એન્ટીબાયોટીક આઇ ડ્રોપ્સની સારવાર લેવાની થાય છે.

વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણ (infection) થી બચવા માટે દરેક વ્યક્તિએ પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા. સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ભીડ-ભાડ વાળી જગ્યાઓ જવાનું ટાળવુ જોઈએ. આંખમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇ નાખવા નહીં.

Other News : અંબાવ ગામમાં રસ્તાનુ ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા

Related posts

સુરત : ટ્યુશન ક્લાસીસમાં પ્રચંડ આગથી ૨૧થી વધુના થયેલા મોત

Charotar Sandesh

ઈન્ટર્ન ડૉક્ટરોને સ્ટાઈપેન્ડ આપવામાં દેશમાં ગુજરાત ૧૫મા ક્રમાંકે…

Charotar Sandesh

સૌરાષ્ટ્રમાં ધરતી ધ્રુજી, ૩થી ૨.૨ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ફફડાટ…

Charotar Sandesh