Charotar Sandesh
ગુજરાત

મુલાકાતીઓની જેમ હવે કેબિનેટ બેઠકમાં મંત્રીઓ-અધિકારીઓ માટે પણ મોબાઈલ પર પ્રતિબંધ

કેબિનેટ બેઠક

કેબિનેટ બેઠકમાં હવે Mobile નહી લઈ જઈ શકે

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ બ્રેક જીત બાદ રાજ્યમાં ફરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ૧૨મી ડિસેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. ગુજરાતમાં ફરી સરકાર રચવાની સાથે જ CM ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્ટિવ થઈ અને ફાસ્ટ ટ્રેક પર કામગીરી શરૂ કરી દીધી હતી.

PM મોદીએ સરકારને સાત સૂત્રો પર કામગીરી કરવા સૂચન કર્યું છે. જેનું સરકાર દ્વારા પાલન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હવેથી કેબિનેટ બેઠકમાં મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના તમામ સચિવો અને અંગત સચિવોને પણ ફોન લીધા વિના જ આવવું પડશે. આમ કેબિનેટની બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકી દેવાવ્યો છે.

રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાય છે. આ બેઠકમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. કેબિનેટ બેઠકમાં પ્રથમ મંત્રીઓ વચ્ચે ચર્ચા થાય છે. કેબિનેટ બેઠકમાં અધિકારીઓની જેમાં હવે મંત્રીઓ પણ મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. આગામી મળનારી કેબિનેટ બેઠકથી આ નિયમનું અમલવારી કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં થતી ચર્ચામાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે. આ ઉપરાંત મંત્રીઓ ચાલુ કેબિનેટ બેઠકમાં મોબાઈલનો ઉપયોગ ન કરે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.

Other News : તવાંગ અથડામણમાં માર ખાધા બાદ સુધર્યું ચીન, હવે ભારત સાથે સારા સંબંધોની માંગ કરી

Related posts

વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતસિંહા આ તારીખે ગુજરાત આવશે : કોંગ્રેસના ધારાસભ્ય સાથે બેઠક કરશે

Charotar Sandesh

સુપ્રસિદ્ધ અનસૂયા માતાની તપોભૂમિ વિકાસથી વંચિત ! દર્શનાર્થીઓમાં રોષની લાગણી

Charotar Sandesh

હાર્દિક પટેલને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો, કાયમી રાજ્ય બહાર જવાની અરજી ફગાવી…

Charotar Sandesh