Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઈમાં જે દિવસે ૨૦ હજારથી વધુ કેસ નોંધાશે તે દિવસથી લોકડાઉન : મનપા કમિશ્નરની ચેતવણી

મનપા કમિશ્નર

મુંબઈ : દેશમાં કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તેની પર ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે મહાનગરપાલિકાની પાસે કોરોના દર્દી માટે ૩૦ હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. તેમાંથી ૩,૦૦૦ બેડ ભરાઈ ચૂક્યા છે. દવાઓ અને વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે. કોરોના સામે લડવા માટે અમારી પુરી તૈયારી છે.

૩ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૨,૧૬૦ નવા કેસ મળ્યા. તે સિવાય મહારાષ્ટ્રમાં ૬૮ ઓમિક્રોનના નવા કેસ સામે આવ્યા. તેમાંથી માત્ર મુંબઈમાં જ ૪૦ ઓમિક્રોનના કેસ મળ્યા. ત્યારબાદ પૂણેમાં ૧૪, નાગપુરમાં ૪ નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કુલ ૫૭૮ ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી ૨૫૯ લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવી ચૂક્યા છે.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે મુજબ જે દિવસે રાજ્યમાં દરરોજ ઓક્સિજનની માંગ ૭૦૦ મેટ્રિક ટન થશે, તે દિવસથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગી જશે. તેમને કહ્યું કે રાજ્યમાં હાલમાં એવી સ્થિતિ નથી આવી. પ્રતિબંધોને વધુ કડક કરી શકાય છે, પરંતુ ફરીથી સંપૂર્ણ લોકડાઉનનો સમય આવ્યો નથી, ન તો કેબિનેટ અને મુખ્યમંત્રી સાથે આ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે મુંબઈમાં વધતા કોરોનાના કેસને જોતા લોકાડાઉન લગાવવાને લઈ એક મોટુ નિવેદન આપ્યું છે

તેમને કહ્યું કે મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં જે દિવસે દરરોજ ૨૦,૦૦૦થી વધારે કોરોનાના કેસ સામે આવવા લાગશે, તે દિવસે તરત જ મુંબઈમાં લોકડાઉન લાગી જશે. મુંબઈમાં ૩ જાન્યુઆરીએ ૮,૦૮૨ કેસ સામે આવ્યા અને ૬૨૨ દર્દી કોરોનાથી રિક્વર થયા. ૨ જાન્યુઆરીએ પણ ૮,૦૬૩ કોરોનાના કેસ સામે આવ્યા હતા.

Other News : CM અરવિંદ કેજરીવાલને કોરોના થયો : માસ્ક વગર સભાઓ કરી; કહ્યું- મારા સંપર્કમાં આવેલા ટેસ્ટ કરાવી લો

Related posts

આ કારણસર રાહુલ ગાંધીએ રેલી કર્યા વિના જ દિલ્હી પરત ફરવું પડ્યું

Charotar Sandesh

ગૂગલએ કન્નડ ભાષાને અભદ્ર ભાષા ગણાવ્યાના થોડા કલાકો બાદ માફી માંગી…

Charotar Sandesh

આત્મનિર્ભર ભારત માટે પૂર્વોત્તરનો વિકાસ ઘણો જરૂરીઃ મોદી

Charotar Sandesh