Charotar Sandesh
સ્પોર્ટ્સ

મહેન્દ્રસિંહ ધોની મારા લાઈફ કોચ છે : હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

મુંબઈ : પહેલી વોર્મ અપ મેચની વાત કરીએ તો હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડ વિરુદ્ધની રમાયેલી આ મેચમાં એક બેટ્‌સમેન્ટ તરીકે ઉતર્યો હતો કેમ કે તેણે બોલિંગ કરી નહોતી. ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા જોની બેયરસ્ટો ૪૯, લિવિંગ સ્ટોન ૩૦ અને મોઈન અલી ૪૩ની મદદથી સીમિત ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૮૮ રન બનાવ્યા હતા. ૧૮૯ રનનો પીછો કરતા ભારતીય ટીમે આ મેચ ૭ વિકેટે પોતાના નામે કરી લીધી હતી. જેમાં હાર્દિક પંડ્યાએ નોટઆઉટ ૧૦ બોલમાં ૧૨ રન બનાવ્યા હતા.

ભારતીય ટીમનો તોફાની ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું કે T20 વર્લ્‌ડ કપ ૨૦૨૧મા તેના પર મોટી જવાબદારી હશે કેમ કે ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની નહીં હોય અને આ સ્થિતિમાં ફિનિશરની ભૂમિકા તેણે જ ભજવવી પડશે

હાર્દિક પંડ્યાએ મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના લાઈફ કોચ અને ભાઇનો દરજ્જો આપ્યો છે. ભારતીય ટીમ વર્ષ ૨૦૧૬ બાદ પહેલી વખતે મહેન્દ્ર સિંહ ધોની વિના T20 વર્લ્‌ડ કપમાં હિસ્સો લેવા જઈ રહી છે. આમ મહેન્દ્ર સિંહ ધોની એક ખેલાડી તરીકે ટીમનો હિસ્સો નહીં હોય પરંતુ એક મેન્ટર તરીકે ટીમ સાથે રહેશે. હાર્દિક પંડ્યાએ ESPN ક્રિકઇન્ફોને આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે T20 વર્લ્‌ડ કપ ૨૦૨૧ મારા કરિયરનો સૌથી મોટો પડકાર છે કેમ કે આ વખતે મહેન્દ્ર સિંહ ધોની નથી. આ વખતે ફિનિશરની ભૂમિકા ભજવવાની જવાબદારી મારા પર છે અને હું આ રીતે વિચારું છું. આ ટૂર્નામેન્ટ રોમાંચક થવાની છે.

મહેન્દ્ર સિંહ ધોની ટીમ સાથે મેન્ટર તરીકે સાથે હશે અને તેમની સાથે પોતાના તાલમેળ બાબતે વાત કરતા હાર્દિક પંડ્યાએ કહ્યું કે તેઓ મને શરૂઆતથી જ સમજતા હતા કે હું કઈ રીતે કમ કરું છું અને મને શું પસંદ નથી.

Other News : હવે મનોરંજન મોંઘુ : ૧લી ડિસેમ્બરથી કેબલ-ટીવી ભાડા ૩૫ થી ૫૦ ટકા વધશે

Related posts

ભારત-ચીન વચ્ચે સંઘર્ષની અસર હવે IPL ૨૦૨૦ પર પડે તેવી સંભાવના…

Charotar Sandesh

દ.આફ્રિકા બોલર ડેલ સ્ટેન ૨૦૨૧માં આઇપીએલ નહિ રમે…

Charotar Sandesh

આઈસીસીએ ધોનીને આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડેકેટથી કર્યો સન્માનિત…

Charotar Sandesh