એન્જીન સાથે ત્રણ ડબ્બા ૩૦૦ મીટર આગળ નીકળી ગયા, અકસ્માત થતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા
આણંદ : બોરીયાવી નજીક ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનાં ત્રણ ડબ્બા છુટા પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે મુસાફરોના ડરનો માહોલ સર્જાયો હતો, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, કણજરી બોરીયાવી રેલ્વે સ્ટેશન ઉપર પેસેન્જર ભરેલી અમદાવાદ-વડોદરા ઈન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેન ઉપડવાની તૈયારીમાં જ હતી, ત્યાં એન્જીન અને બોગી વચ્ચે આવેલ કપ્લીન તુટી જતા ટ્રેનના ત્રણ ડબ્બા છુટા પડતા મોટી દુર્ઘટના ટળી હતી, ટ્રેનમાં સવાર પેસેન્જરો બે કલાકથી વધુ સમય સુધી અટવાતા અસુવિધાના કારણે ત્રાહીમામ થયા હતા. આ બનાવ બાદ નડીયાદ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
Other News : આણંદ જિલ્લામાં ૧૭,૬૪,૩૮૪ મતદારો નોંધાયા : સૌથી ઓછા મતદારો સોજીત્રા વિધાનસભામાં, જુઓ