Charotar Sandesh
ગુજરાત

જીતુ વાઘાણીના નિવેદન પર મનિષ સિસોદિયાનું ટ્‌વીટ : ગુજરાતમાં દિલ્હી જેવું શાનદાર શિક્ષણ મળશેે

મનિષ સિસોદિયા (manish sishodia) નું ટ્‌વીટ

ગઈકાલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિવાદિત નિવેદન આપતાં વાલીઓમાં રોષ ફેલાયો, વિરોધ પક્ષે પ્રતિક્રિયા આપી

અમદાવાદ : રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) રાજકોટના બે દિવસીય કાર્યક્રમના પ્રવાસે છે, ત્યારે ગઈકાલે સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નં. ૧૬ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે તેઓએ વાલીઓને સંબોધન કર્યું હતું. જેમાં એક વિવાદિત નિવેદન આપ્યું કે, જેઓને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે બહારના રાજ્યોમાં સારું લાગે ત્યાં જતાં રહે…. જેને લઈ વિરોધ પક્ષે આ નિવેદન અંગે પોતાની પ્રતિક્રીયા આપી છે.

ગુજરાતમાં જેમને શિક્ષણ સારું ન લાગતું હોય તેઓ ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે : શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) નું વિવાદિત નિવેદન

આજે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (manish sishodia) એ ટ્‌વીટ કરતાં જણાવેલ કે, ગુજરાતના લોકોએ ક્યાંય જવાની જરૂર નથી, અમે ગુજરાતમાં પણ દિલ્હી જેવું શાનદાર શિક્ષણ આપીશું. ભાજપા છેલ્લા ૨૭ વર્ષથી સારી શિક્ષા નહીં આપી શકી, જેથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દિલ્હી જેવું સુવિધાયુક્ત શિક્ષણ આપશે.

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે, જે રીતે મનીષ સિસોદિયાજી (manish sishodia) એ જે ટ્‌વીટ કર્યું તે બિલકુલ બરોબર છે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (jitu vaghani) એ જે ધમકી આપી છે એ ખરેખર વિદ્યાર્થી અને વાલીઓનું અપમાન છે. શિક્ષણમંત્રી તરીકે ર લાખ રૂપિયા પગાર લઈને ધમકીભર્યું નિવેદન આપી વિદ્યાર્થીઓ-વાલીઓની મજાક ઉડાવવી એ યોગ્ય નથી. ગુજરાતના લોકોએ છોડવાની જરૂર નથી, તમે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો દિલ્હી જેવી સુવિધાઓ ગુજરાતમાં આપીશું.

Other News : નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ મૂકી આ શરત : પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા

Related posts

ગુજરાતના નવા મંત્રીઓને બંગલાની ફાળવણી કરાઇ

Charotar Sandesh

ઇમાનદાર રત્નકલાકારે રસ્તા પરથી મળેલા ૯ લાખના હીરા માલિકને પરત આપ્યા…

Charotar Sandesh

કોરોના ઇફેક્ટ : ૩૧મી સુધી પાનના ગલ્લાઓ પણ બંધ, થૂંકવા પર દંડ બમણો…

Charotar Sandesh