Charotar Sandesh
ગુજરાત

લખતરના જવાનનું માથું પંખામાં આવી જતાં શહિદઃ અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઊમટ્યું

જવાન કુલદીપ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના લખતરના લીલાપુરમાં આજે સૌ કોઈના ઘરે માતમનો માહોલ જોવા મળ્યો છે. ગામમાં રહેતો જવાન કુલદીપ શહિદ થઈ ગયો. જેના કારણે ગામમાં રહેતા મોટા ભાગના લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. જવાનની અંતિમ યાત્રામાં પણ આખું ગામ જોડાયું હતું. જ્યા બધાએ તેને ભાવ ભીની શ્રદ્ધાંજલી આપી હતી.

કુલદીપ પોરબંદર આઇએનએસ બ્રહ્મપુત્રમાં નેવીમાં ફરજ બજાવતા હતો. તે જહાજ પર રિપેરીંગ કામ કરી રહ્યો હતો. તે સમયે તે પંખામાં આવી ગયો જેના કારણે ઘટના સ્થળેજ તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પરિવારમાં જુવાન દિકરાના નિધનને કારણે તેમના માથે પણ જાણે કે આભ ફાંટી પડ્યું હતું અને તેઓ આઘાતમાં સરી પડ્યા હતા.

આજે કુલદીપના પાર્થીવ દેહને લીલાપુર લાવવામાં આવ્યો જ્યા ગાર્ડ ઓફ ઓનર આપીને તેની અંતિમ વિધી કરવામાં આવી હતી. અતિમ વીધી સમયે પરિવાર સહિત ગામના દરેક વ્યક્તિની આંખોમાં આસુ જોવા મળ્યા હતા. સાથેજ લોકોએ સન્માન સાથે તેને અંતિમ વિદાય આપી હતી. તે સમયે ઘણા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

ઉલ્લેખનીય છે કે અંતિમ વિધીમાં નેવીના અધિકારીઓ તેમજ સામાજિક-રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથેજ મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમયાત્રામાં જોડાયા હતા. કુલદીપના શબને તિરંગામાં લપેટીને સન્માન સાથે તેની અંતિમવિધી કરવામાં આવી હતી. સાથેજ અતિમવિધી સમયે ભારત માતાકી જયના નારા પણ લગાવામાં આવ્યા હતા.

Other News : ૪૦ જેટલા સિંહ અને સિંહણને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાં મોકલાશે

Related posts

આ હિંસા પૂર્વ આયોજિત હતી, ષડયંત્રકારીઓએ તોફાન કરાવ્યા : નીતિન પટેલ

Charotar Sandesh

નરેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ મૂકી આ શરત : પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા

Charotar Sandesh

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને ૨૧ વર્ષ સુધી સહાય આપશે સરકાર

Charotar Sandesh