Charotar Sandesh
આર્ટિકલ ગુજરાત

સીનોર તાલુકાના અંબાલી ગામે આવેલ શ્રી મહાસતી અનસૂયા માતાજીના મંદિરનું મહત્ત્વ અને ઈતિહાસ

શ્રી મહાસતી અનસૂયા માતાજી

તપના પ્રભાવથી અહીંની માટીનું ઘણું મહત્ત્વ છે, નીતિ નિયમ પ્રમાણે માટી લગાવવાથી ચામડીના રોગો થાય છે દૂર, જુઓ વિગત

નર્મદા : શ્રી મહાસતી અનસૂયા માતાજી સીનોર તાલુકા ના અંબાલી ગામ આવેલ શ્રી મહાસતી અનસૂયા માતાજી ના મંદિરે ત્રણ દેવ ને બાળક બનાયા તે જગ્યા છે શ્રી મહાસતી અનસૂયા માતાજીના માતાનું નામ દેવ હુતી માં પિતાનું નામ કંદર્બદેવ ઋષિ દેવ હુતી માતાએ જીવન કાળ દરમિયાન એક સંકલ્પ લીધો હતો કે ત્રણ દેવ ને બાળક બનાવવા તેમણે વૃદ્ધા વસ્થા આવવાથી તે તેમનો સંકલ્પ પૂરો થયો નહિ તેમના ખોળે નવ દીકરી ને એક દીકરો હતો તેમાં સૌથી નાના શ્રી મહાસતી અનસૂયા માતાજી તેમને તેમની માતા તે કહ્યુ હુ તમારો સંકલ્પ પૂરો કરીશ ત્યારબાદ તેમના વિવાહ સંસ્કાર થયા ચિત્રફૂટમાં રેહતા અત્રી મુનિ સાથે વિવાહ સંસ્કાર થયા પછી યોગ્ય સમય તપ કરવાનો મળ્યો નહિ તેમને તેમના પતિ ને વાત કરી કે મે આ રીતે મારી માતાનો સંકલ્પ લીધો છે.

ભારતવર્ષમાં એવી કોઈ જગ્યા બતાઓ કે એવું કોઈ સ્થાન બતાઓ જ્યાં જવાથી અતિ ઉત્તમ ફળ મળે બાજુ માં પતિ હતા તેમને ધ્યાન માં બેસી ને જોયુ શ્રી મહાસતી અનસૂયા માતાજી ના મંદિરે ચારે તરફ નર્મદાજી છે, શ્રી મહાસતી અનસૂયા માતાજી ના મંદિર ની સામે એરંડી સંગમ છે આ સ્થાન અતિ ઉત્તમ જણાયું આજગયા એ વર્ષો વર્ષ તપ કર્યું તપ ના બળ થી ત્રણ દેવ ને બાળક બનાવ્યા તે જગ્યા છે અહીં તપ ના પ્રભાવ થી અહી નું માટી નું મહત્વ છે અહીની માટી થી ચર્મ રોગ દૂર થાય છે જેમ કે, કોઢ, કરોળિયા, રક્તપિત, ખસ, ખરજવું,ગરમી અહી ની માટી થી દુર થાય છે તેના નીતિ નિયમ પ્રમાણે માટી લગાવવાથી અવશ્ય લાભ થાય છે.

મહાસતી અનસૂયા માતાજી એ પોતાના તપ ના પ્રભાવ થી સો વર્ષના દુષ્કાળ માં અત્રીમુની ની તૃષા શાંત કરવા ગંગાજી નું આવાહન કરી પોતાના એક વર્ષ તપ ના પુણ્ય આપી ગંગાજી ઉત્પન્ન કરેલ છે એ મંદિરની સામે ગંગાકુઈ ના નામે ઓળખાય છે આરીતે તપના પ્રભાવથી ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગે છે ઇન્દ્ર નારદ મુનિ ને મૃત્યુલોક માં તપાસ કરવા મોકલે છે કે મારું ઇન્દ્રાસન પડાવી લેવા કોણ તપસ્યા કરે છે તપાસ કરતા કરતા નારદજી અત્રી અનસૂયા આશ્રમે આવી પહુચે છે તો નારદજી ને ખબર પડે છે કે આ મહાસતી અનસૂયા ને અત્રિમુની પોતાનો દેવ પ્રજા ઉત્પન્ન કરવાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે કઠોર તપસ્યા કરે છે.

કોઢ, કરોળિયા, રક્તપિત, ખસ, ખરજવું, ગરમી અહી ની માટી થી દુર થાય છે તેના નીતિ નિયમ પ્રમાણે માટી લગાવવાથી અવશ્ય લાભ થાય છે

હવે નારદ મુનિ સ્વર્ગ માં જઈ ને બધા ને વાત કરે છે સતી અનસૂયાના ગુણગાન ગાય છે આ ગુણગાન સાંભળી ત્રણેય મહા દેવીઓને શ્રીસાવિત્રી લક્ષ્મીજી ને પાર્વતી જી ને અભિમાન થાય છે કે ત્રણેય લોકમાં અમારાથી મોટી કોઈ સતીજ ના હોય શકે એ ઇર્ષા ને વસ થઈ ત્રણેય દેવીઓ પોતાના ના પતીઓને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને માતાજીની પરીક્ષા કરવા મોકલે છે ત્રણેય પતિયો ઘણું સમજવા છતાં ન માન્યું અને આખરે ત્રણ દેવો ને સ્ત્રી હટ્ટ ની સામે ઝૂકવું પડયું ને માતાજી ની કસોટી કરવા ત્રણેય દેવ મૃત્યુ લોક માં નર્મદા કિનારે અત્રી અનસૂયા આશ્રમે સાધુ બ્રમણ વેસે આવી ભવતિ ભિક્ષાંન દેહી ની ટેહલ નાખે છે તો માતાજી કહે છે ભોજન તૈયાર છે.

આવો અતિથિ દેવ ભોજન કરવા બેસો અતિથિ રૂપે આવેલા ત્રણેય દેવ ભોજન કરવા બેસે છે ને માતાજી ને કહે છે કે અમારે ફરી વખત ભોજન જોઇતું હસે તો આપી દિગંબર અવસ્થામાં પીરસવું પડશે અમારી આસર્ત માન્ય હોય તો અમે ભોજન ની સરુઆત કરીએ આ શબ્દો ચિંતા માં મુકાઈ જાય છે અને અતિથિ દેવો ને ભોજન કરવાનું કહી ને રસોડા માં જાય છે ને પોતાના તપના પ્રભાવથી ત્રણેય દેવ ને ઓળખી જાય છે ને હાથ માં પાણી ની અંજલિ લઈ ત્રણેય દેવની છો છો મહિના ના બાળક બનાવી દે છે ને પોતે દિગંબર અવસ્થામાં આવી પયપાન કરાવે છે ને આ વાત ને છ માસ વીતી જાય છે આ બાજુ સ્વર્ગમાં ત્રણ દેવીઓ ને છ મહિના ઉપવાસ થાય છે નારદજી ને પૂછે છે કે અમારા પતિ ક્યાં છે તો નારદજી કહે છે તમારા પતિઓ છો છો મહિના ના બાળક બની અત્રી અનસૂયા આશ્રમે જુલે છે ત્રણેય દેવીઓ અત્રી અનસૂયા આશ્રમે આવી પહોંચે છે ત્યાં તો ત્રણેય બાળકો એક સ્વરૂપ ના જોઈને અચંબિત થઈ જાય છે કયો દેવ કોણ પતિ હસે એવું ન ઓળખી શકવાથી ત્રણેય સતીઓ નો ગર્વ ખંડિત થાય છે ને માતાજી ને આજીજી કરી ને પોતાના પતિઓ ને મૂળ સ્વરૂપે લાવી આપવા પ્રાથના કરે છે.

માતાજી તપ ના પ્રભાવ થી ત્રણેય દેવ ને મૂળ સ્વરૂપે લાવી પોતાના આશ્રમે ત્રણ દિવસ સુધી રાખે છે ને ત્રણેય સતીઓ અનસૂયા માતાજી ને મહાસતી શિરોમણી ની બિરુદ આપે છે ત્રણેય લોક માં મહાસતી શિરોમણી અનસૂયા માતાજી ને કહેવા માં આવે છે તેમનાથી મોટી કોઈ મહાસતી નથી ત્રણ દેવ ને ત્રણ દેવીઓ માતાજી ને કહે છે માંગો વરદાન માંગો તો માંથી કહે છે તમે ત્રણેય દેવો મારે ત્યાં બાળક બનીને રહ્યા તો તમે મારા બાળક બનીને રહો તો બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિ ના કરતા હરતા ભરતાં તો ત્રણ દેવ અહી રહી નથી શકતા ત્રણેય દેવ માંથી તેજ છૂટ્યું શિવ માંથી જે તેજ નીકળ્યું તે,દૂર્વશા, વિષ્ણુ માંથી જે તેજ નીકળ્યું તે,દત્ત,ને બ્રહ્મા માંથી જે તેજ નીકળ્યું તે ચંદ્રમા ત્રણેય નું એક સ્વરૂપ અત્રી અનસૂયા ના પુત્ર ના નાતે દત્તાત્રેય કેહવાય છે શ્રી મહાસતી અનસૂયા માતાજી કી જય… શ્રી અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત…

  • મયુરભાઈ જોશી – M. 95107 02473

Other Article : સ્રી એક દિવો છે… જે જલતી રહે છે… અને સંસારને પ્રકાશિત રાખે છે : ડૉ. એકતા ઠાકર

Related posts

પાવાગઢ મંદિરમાં હિંમતનગરના ભક્તે ૧.૨૫ કિલોનું સોનાનું છત્ર દાન કર્યું

Charotar Sandesh

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના જામીન મંજૂર કરતી સેશન્સ કોર્ટ…

Charotar Sandesh

દીપોત્સવી પર્વની ઉજવણીમાં તિથિઓના સમયમાં ફેરફાર રહેતા લોકોમાં ભારે દ્વિધા, હવે જુઓ સમય-વિધિ

Charotar Sandesh