Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

હવામાન વિભાગે કરી આ આગાહી, નવરાત્રી આયોજકો અને ખેલૈયા વરસાદને લઇને ચિંતામાં !

ગુજરાતમાં ભારે વરસાદ

અમદાવાદ : નવરાત્રીના પર્વને ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે વરસાદની આગાહીને લઈ હવે ખેલૈયા અને આયોજકમાં ચિંતા વ્યાપી છે, ગુજરાતમાં ભારે વરસાદ (rain) ની શક્યતા નહિવત છે, પરંતુ છૂટો છવાયો વરસાદ રાજ્યના વિવિધ શહેરોમાં રહેશે.

જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ છે. આ સાથે અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ (rain whether) સર્જાશે, આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ (rain)ની આગાહી છે. જેમાં વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદ (heavy rain)ની આગાહી છે.

બંગાળમાં લો પ્રેશરને કારણે વરસાદની સંભાવના વર્તાઈ રહી છે

આ સાથે અમદાવાદ જિલ્લામાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, જેમાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેને પગલે આજે ગાંધીનગર-અમદાવાદમાં ભારે પવનો સાથે સામાન્ય વરસાદ (rain) ની સંભાવના છે. ૫ દિવસ બાદ ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ (rain) પડે તેવી આગાહી કરવામાં આવી છે.

Other News : સરકારી બાબુઓ પણ હવે હાઈટેક થયા ! ૧ લાખની લાંચ લેતા તલાટી નીતા પટેલ રંગે હાથ ઝડપાયા, જુઓ

Related posts

ઓનલાઇન અરજી કરેલ ખેડૂતોને આવતા અઠવાડિયામાં પૈસા ચુકવાશે : કૃષિમંત્રી

Charotar Sandesh

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો સાથે અમીછાંટણા…

Charotar Sandesh

ગોધરા ટ્રેન કાંડ : ૧૯ વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક ઝડપાયો…

Charotar Sandesh