Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પક્ષી બચાવ કેમ્પની સાંસદ મીતેશભાઈએ મુલાકાત લઈને સંસ્થાના સ્વયંસેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું

પક્ષી બચાવ કેમ્પ

આણંદ : ઉત્તરાયણના તહેવાર નિમિતે RRSA INDIA અને JCI આણંદ ના સયુંકતપણે શહેરના સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલ ક્રિષ્ના આરોન ખાતે પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેના ડૉ.નિલોફર દેસાઈ અને ડો. પ્રાંજલ પંડ્યા દ્વારા અસંખ્ય મૂંગા પક્ષીઓને સારવાર અને સર્જરી પૂરી પાડવામાં આવી હતી.

આણંદ જિલ્લાના સાંસદ શ્રી મીતેશભાઈએ મુલાકાત લઈને પક્ષી બચાવ કેમ્પની વ્યવસ્થાને નિહાળી સંસ્થાના સ્વયંસેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

આ પ્રસંગે શ્રી મિતેશભાઇએ રખડતા પ્રાણીઓને ત્વરિત સારવાર મળે અને તેઓને હોસ્પિટલ ખાતે લઈ જવાય એ હેતુથી સંસ્થાને એક એમ્બ્યુલન્સ આપવાની જાહેરાત પણ કરી હતી, જીવદયાપ્રેમીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો.

  • Jignesh Patel, Anand

Other News : આણંદ જિલ્લાના ખંભાતમાં ઉત્તરાયણ બાદ ઉજવાતી દરીયાઈ ઉત્તરાયણ અંગે મહત્વનો નિર્ણય : જાણો.

Related posts

ફરી લોકડાઉનની અફવાને પગલે આણંદમાં મસાલા-બીડી, ગુટખાના બેફામ કાળાબજાર…

Charotar Sandesh

નડીઆદમાં હોમ કોરેન્ટાઈન કરાયેલ દંપતિ ફરાર થતાં ચકચાર : તપાસ શરૂ કરાઈ…

Charotar Sandesh

૨૬ ધનવંતરી રથ દ્વારા ૫૮૪૫૫ નાગરિકો તેમજ ૧૨૧૩૩ સિનીયર સીટીઝનોને આરોગ્ય સેવાઓ મળી…

Charotar Sandesh