Charotar Sandesh
ઈન્ડિયા

હવે ૧૦ જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ અપાશે વેક્સિન, જાણો વિગત

બૂસ્ટર ડોઝ

હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે

નવીદિલ્હી : પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ત્રીજી રસી તરીકે સાવચેતીના ડોઝની રજૂઆતની જાહેરાત કરી હતી.

તમને જણાવી દઈએ કે, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સીનનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. જેની શરૂઆત ૧૦મી જાન્યુઆરી, સોમવારના દિવસથી કરવામાં આવશે. બૂસ્ટર ડોઝને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો આવી રહ્યા હતા. આ પ્રશ્નોના જવાબમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓએ નવી નોંધણી કરવાની જરૂર રહેશે નહીં.

સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ લોકોએ તેમની રસી માટે રસીકરણ કેન્દ્રમાં જ તેમની એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જો તે કોઈ કારણસર એપોઈન્ટમેન્ટ લઈ શકતો નથી, તો તે સીધો રસીકરણ કેન્દ્ર પર જઈને પણ વેક્સીન લગાવી શકે છે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવનાર બૂસ્ટર વેક્સીનનો ડોઝ પ્રથમ બે ડોઝ જેવો જ હશે. નીતિ આયોગના સદસ્ય ડૉ. વિનોદ કે પૉલે જણાવ્યું હતું કે, જેમને કોવૅક્સિન મળ્યું છે, તેમને જ કોવૅક્સિન આપવામાં આવશે. જેમણે કોવિશિલ્ડના પ્રાથમિક બે ડોઝ મેળવ્યા છે તેમને કોવિશિલ્ડનો બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, રસીમાં કોઈપણ પ્રકારનું મિશ્રણ કરવામાં આવશે નહીં. દેશમાં કોરોનાના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ૨૦૦ દિવસ પછી ૧,૧૭,૧૦૦ નવા કેસ નોંધાયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૩૦,૮૩૬ દર્દીઓ સ્વસ્થ થયા છે

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિડ્યુલ ૮ જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આવતીકાલ સાંજથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ જશે. ઓનસાઇટ એપોઇન્ટમેન્ટ સાથે ૧૦મી જાન્યુઆરીથી રસીકરણ શરૂ થશે. દેશમાં કોરોના સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે, આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Other News : આણંદ અને પેટલાદ તાલુકાના કેટલાંક વિસ્‍તારોને Containment Area તરીકે જાહેર કરાયા

Related posts

‘જવાની જાનેમન’ જૂનમાં ફ્લોર પર જશે

Charotar Sandesh

સંસદમાં ગાંધી પરિવારની સુરક્ષા, જેએનયુ મુદ્દે હોબાળો…

Charotar Sandesh

સતત નવમા દિવસે પેટ્રોલમાં ૪૮ પૈસા અને ડિઝલમાં ૫૯ પૈસાનો વધારો…

Charotar Sandesh