Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

બોરસદ ચોકડીએ નિર્માણાધિન ઓવરબ્રિજની મુલાકાત સાંસદ મિતેષ પટેલે લીધી : જુઓ પ્રોજેક્ટ મેનેજરની શું આપી સુચના ?

Overbridgeની સ્થળ

આણંદ : સાંસદ મિતેશ પટેલે આજે બોરસદ ચોકડી પર નિર્માણ પામી રહેલ Overbridgeની સ્થળ મુલાકાત લીધી હતી. સાંસદ મિતેશ પટેલની આ મુલાકાત દરમિયાન તેમની સાથે મારુતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એન્જિનિયર્સ, પ્રોજેક્ટ મેનેજર હાજર રહ્યા હતા.

Overbridgeની સ્થળ

સાંસદ મિતેશ પટેલે આ મુલાકાત દરમિયાન બ્રિજની ચાલી રહેલ કામગીરીમાં હવે કેટલું કામ હજી બાકી રહ્યું તેની તથા અન્ય બાબતની વિગતો ઓવરબ્રિજના પ્રોજેકટ મેનેજર શ્રી સુધીર ઘાટે પાસેથી મેળવેલ.

ઓવરબ્રિજનું કાર્ય નિરીક્ષણ કરી એન્જિનિયર અને પ્રોજેક્ટ મેનેજરને જરૂરી સૂચના આપી હતી

આણંદ સાંસદે મુલાકાત લીધા બાદ વહેલામાં વહેલી તકે Overbridge નું કાર્ય પૂરું થાય અને નાગરિકોને હાલાકી ભોગવવી ના પડે તથા નાગરિકોને વધારે સુવિધા આપી શકાય તેવા પ્રયત્નોને અનુલક્ષીને આ મુલાકાત લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે ટ્રાફિકની સમસ્યાનો પણ ઉપસ્થિત ન થાય તે માટે તેનું નિવારણ લાવી શકાય તે જોવા પર વિશેષ ધ્યાન રાખીને કામગીરી કરવા કોન્ટ્રાકટરને સૂચન કરેલ.

સાંસદ મિતેશ પટેલે પ્રજાની પડતી સમસ્યાઓના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી ઓવરબ્રિજ નિર્માણ માટે કોન્ટ્રાકટર દ્વારા જે છેલ્લી તારીખ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨ આપવામાં આવી છે તેની આસપાસ Overbridge નું કામ સંપન્ન થઈ જાય અને નાગરિકોને પડતી અસુવિધાઓનો અંત આવી જાય તેના માટે તેઓ પ્રયાસરત હોવાનું ઉમેર્યું હતું.

Overbridge ના કાર્ય વિશે પૂછતા સાંસદે જણાવેલ કે તેઓએ Overbridge નું કાર્ય નિરીક્ષણ કરી એન્જિનિયર અને પ્રોજેક્ટ મેનેજરને જરૂરી સૂચના આપી હતી. આ ઉપરાંત અન્ય સમસ્યાઓ જેવી કે રોડ પર પાણી ભરાઇ જવું અને ટ્રાફિક સર્જાવાની સમસ્યા ના રહે તે માટે પણ તેમણે કેટલાંક રચનાત્મક પગલાં લેવા પ્રોજેકટ મેનેજરને સુચવેલ છે. સાથો-સાથ ગટર લાઈનની સાફ સફાઈ કરવા, ગટરની ઉપર મૂકવામાં આવતી જાળીઓના લીધે ગટર ઉભરાઈ ના જાય તે વિશે અને બોરસદ ચોકડીથી જીટોડીયા તરફ જતા સર્વિસ રોડ થોડોક સાંકડો થઈ ગયો છે એને કેવી રીતે મોટો કરી શકાય અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનો પણ સંસદશ્રીએ ઉલ્લેખ કરી જરૂરી સૂચનો કરેલ છે.

Other News : બોરસદ તાલુકામાં ભારે વરસાદના કારણે નુકશાની પેટે અસરગ્રસ્તોને ૩૭.૪૮ લાખની સહાયની ચૂકવણી

Related posts

આણંદમાં વિદ્યા ડેરીથી કોર્ટ તરફના રોડ ઉપર કાંસમાંથી કઢાયેલ ગંદકીનો નિકાલ કરવા માંગ ઉઠી…

Charotar Sandesh

ધુળેટી પર્વ નિમિત્તે આણંદ પાલિકા દ્વારા શહેરમાં વધુ બે કલાક પાણીનું વધારે વિતરણ કરવાનો નિર્ણય કરાયો

Charotar Sandesh

અમૂલની ચૂંટણી, પરિણામો જાહેર : આણંદ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા વિજયી થયા…

Charotar Sandesh