Charotar Sandesh
ગુજરાત

સેન્ટ્રલ આફ્રિકાના અંગોલા ખાતેના ભારતીય રાજદૂત શ્રીમતી પ્રતિભા પારકરે ગાંધીનગરમાં લીધી હતી

CM ભૂપેન્દ્ર પટેલ

CM ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે ધી રિપબ્લીક ઓફ ઘાનાના ભારતીય હાઇ કમિશનરશ્રી અને સેન્ટ્રલ આફ્રિકાના દેશ અંગોલાના ભારતીય રાજદૂતશ્રી

CM ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત વેસ્ટ આફ્રિકાના ધી રિપબ્લીક ઓફ ઘાનાના ભારતીય હાઇકમિશનર શ્રી સુગંધા રાજારામ અને સેન્ટ્રલ આફ્રિકાના અંગોલા ખાતેના ભારતીય રાજદૂત શ્રીમતી પ્રતિભા પારકરે ગાંધીનગરમાં લીધી હતી

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલ સાથેની વાતચીતમાં ઘાનાના ભારતીય હાઇ કમિશનર શ્રી સુગંધા રાજારામે જણાવ્યું કે, ભારત અને ખાસ કરીને ગુજરાત ઘાના માટે લીડીંગ ટ્રેડીંગ એન્ડ બિઝનેસ પાર્ટનર છે.

એટલું જ નહિ, મોટા પ્રમાણમાં ગુજરાતી સમુદાયો ઘાનામાં વસેલા છે ત્યારે સિસ્ટર સ્ટેટ રિલેશન્સ માટેની પણ સંભાવનાઓ છે. ઘાનાના ભારતીય હાઇ કમિશનરશ્રીએ ગુજરાતમાં સ્થિત નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી NFSUના સહયોગથી ઘાના યુનિવર્સિટીમાં ફોરેન્સીક સાયન્સ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યુ છે તેની પણ ભૂમિકા આપી હતી.

આ બેઠક દરમ્યાન તેમણે ફાર્માસ્યુટિકલ, હેલ્થકેર, એજ્યુકેશન અને ક્રિટીકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રોમાં ગુજરાત-ઘાના અંગોલા સાથે મળીને આગળ વધી શકે તેમ છે તેની પણ ફળદાયી ચર્ચા કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે આ માટે રાજ્ય સરકારની જરૂરી મદદ અને સહયોગ માટેની તત્પરતા દર્શાવી હતી

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તેમજ ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા વગેરે આ બેઠકમાં જોડાયા હતા.

Other News : મુંબઈ શહેરમાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી

Related posts

આજથી ૧ સપ્‍ટેમ્‍બર સુધી વરસાદ પડશે : મધ્‍ય અને પૂર્વ ગુજરાતમાં મધ્‍યમ-ભારે તો કયાંક અતિભારે…

Charotar Sandesh

તહેવારોમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો બન્યા હાઇટેક, પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઇ…

Charotar Sandesh

માસ પ્રમોશનની વાત પાયાવિહોણી, પરીક્ષા લેવાશે, અફવાઓ પર ધ્યાન ન આપો : શિક્ષણમંત્રી

Charotar Sandesh