Charotar Sandesh
ઈન્ડિયા

મુકેશ અંબાણીએ ન્યુયોર્કની લક્ઝુરિયસ હોટલ ૭૨૮ કરોડમાં ખરીદી

મુકેશ અંબાણી

નવીદિલ્હ : કંપની રિલાયન્સ હાલમાં મુંબઈમાં કન્વેન્શન સેન્ટર્સ, હોટેલ્સ અને મેનેજ્ડ એકોમોડેશન વિકસાવવા સિવાય EIH લિમિટેડમાં રોકાણ કરે છે. RIIHL ૭૩.૩૭ ટકા હિસ્સાના પરોક્ષ સંપાદન માટે ઉપયોગમાં લેવાતા સમાન મૂલ્યાંકનના આધારે બાકીના ૨૬.૬૩ ટકા હસ્તગત કરશે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી હવે ધીમે ધીમે હોટલ ઉદ્યોગમાં પોતાના પગ જમાવી રહ્યા છે, અગાઉ લંડનનું કન્ટ્રી ક્લબ અને ગોલ્ફ રિસોર્ટ સ્ટોક પાર્ક ખરીદ્યો હતો

હવે ન્યૂયોર્કની લક્ઝરી મેન્ડરિન ઓરિએન્ટલ ખરીદી છે. સ્ટોક પાર્ક યુરોપનો સૌથી પોશ ગોલ્ફ કોર્સ છે. જો તમે હોલીવુડની ફિલ્મો જોશો તો અહીં ડઝનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે. બકિંગહામશાયરમાં સ્ટોક પાર્ક ૩૦૦ એકરમાં ફેલાયેલો છે. તેમાં રહેવા માટે ૪૯ બેડરૂમ છે. આ સિવાય સ્પા, સ્વિમિંગ પૂલ, ફિટનેસ ક્લબ, જીમ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

સ્ટોક પાર્કનો ઈતિહાસ લગભગ ૯૦૦ વર્ષ જૂનો છે, પરંતુ ૧૯૦૮ સુધી તેનો ઉપયોગ ખાનગી રહેઠાણ તરીકે થતો હતો. આ પાર્કમાં આવેલ લક્ઝુરિયસ વિલા જેમ્સ વ્યાટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.દેશના સૌથી અમીર વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ એક વર્ષથી ઓછા સમયમાં વધુ એક હોટેલ ખરીદી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ આઈકોનિક ન્યૂયોર્ક લક્ઝરી હોટેલ મેન્ડરિન ઓરિએન્ટલને ઇં૭૨૮ મિલિયન ($ ૯.૮૧ મિલિયન)માં હસ્તગત કરવાની જાહેરાત કરી છે. ૨૦૦૩માં બનાવવામાં આવેલી, મેન્ડરિન ઓરિએન્ટલ એ ૮૦ કોલંબસ સર્કલ સ્થિત આઈકોનિક લક્ઝરી હોટેલ છે.

સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલની બરાબર બાજુમાં રિલાયન્સ દ્વારા એક વર્ષથી ઓછા સમયમાં આઈકોનિક હોટેલનું આ બીજી ખરીદી છે. ગયા વર્ષે સ્ટોક પાર્ક, બ્રિટનની પ્રથમ આઈકોનિક કન્ટ્રી ક્લબ અને ગોલ્ફ રિસોર્ટ, ફ્ર૫૭ મિલિયન પાઉન્ડમાં રૂ. ૫૯૨ કરોડમાં ખરીદી હતી . તે કેમેન આઈસલેન્ડમાં સામેલ કંપની છે અને મેન્ડરિન ઓરિએન્ટલ ન્યૂયોર્કમાં પરોક્ષ રીતે ૭૩.૩૭ ટકા હિસ્સો ધરાવે છે. મેન્ડરિન ઓરિએન્ટલ એ ન્યૂયોર્ક સિટીની પ્રતિષ્ઠિત લક્ઝરી હોટેલમાંની એક છે.

Other News : દેશમાં સતત વધી રહેતા કેસ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સી મીટીંગ કરી

Related posts

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : ભાજપાએ ૧૨૫ ઉમેદવારોની યાદી જાહેર કરી…

Charotar Sandesh

કોરોનાની રેકોર્ડ છલાંગ, દેશમાં ૨.૬૦ લાખથી વધુ નવા કેસ, ૧૪૯૫ના મોત…

Charotar Sandesh

ભારતમાં ૨ કંપનીઓએ શરૂ કર્યું રશિયાની સ્પૂતનિક-વી વેક્સીનનું ઉત્પાદન…

Charotar Sandesh