Charotar Sandesh
ગુજરાત

નવાજૂનીના એંધાણ : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે હવે બંધબારણે કરી નરેશ પટેલ સાથે મુલાકાત

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે

અમદાવાદ : ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે બંધબારણે નરેશ પટેલ સાથે બેઠક કરતાં અટકળો ઉભી થઈ છે. એક બાજુ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંભાવના છે ત્યારે કોંગ્રેસથી નારાજ થયેલ હાર્દિક પટેલે તેમની સાથે બેઠક કરી છે.

રાજકોટ શહેરમાં શનિવારે ૩ કલાક હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાયેલ

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે

રાજકારણમાં એન્ટ્રી કરતાં બન્ને પાટીદાર નેતાઓની બેઠકને યોજાતા જનતામાં અનેક અટકળો ઉદભવા પામી છે. આ પહેલા પણ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં જોડાવા માટે હાર્દિક પટેલે પ્રયાસો કર્યા હતા, જેમાં Hardik એ જાહેરમાં Naresh પટેલને પક્ષમાં જોડાવા જણાવેલ, પરંતુ ત્યાર બાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનુ પણ સામે આવેલ હતુ.

શું હાર્દિકે આ બેઠકમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને કોંગ્રેસ પક્ષમાં જોડાવા આગ્રહ કર્યો હશે? કે પછી માત્ર પટેલ સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરાઈ હશે ? જેવા પ્રશ્નોએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે થોડા દિવસ અગાઉ આક્ષેપ કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં અને મને ખુબ હેરાન કરવામાં આવે છે, આ બાબતે મેં રાહુલ ગાંધીને ઘણી વખત પરિસ્થિતિ અં જણાવ્યું, પરંતુ કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવેલ નથી. હવે આગામી થોડા દિવસોમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Other News : હવે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીને છોડશે કે શુું ? : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આપ્યું

Related posts

૩૦૦ કરોડની નકલી નોટોનું રેકેટ : માસ્ટરમાઈન્ડ સહિત ૬ ઝડયાયા, રેલો મુંબઈ-આણંદ-સુરત શહેરમાં, જુઓ વિગત

Charotar Sandesh

CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી અમદાવાદ શહેર પોલીસની પહેલ : પીપલ ફ્રેન્ડલી પોલીસનો અભિગમ

Charotar Sandesh

ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા રડાર સ્પીડ ગનનો નવતર અભિગમ : હર્ષ સંઘવી

Charotar Sandesh