Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

NCB Raid : બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ૮ની અટકાયત

આર્યન ખાન

મુંબઈ : હિન્દી બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આયર્ન ખાન સહિત આઠ લોકોની કથિત રેવ પાર્ટી સંદર્ભે એનસીબીએ અટકાયત કરી છે. હાલ આ તમામ લોકોની એનસીબી પૂછપરછ કરી રહી છે. આ પાર્ટીમાં બોલીવુડ, ફેશન અને બિઝનેસ સંલગ્ન અનેક મોટામાથા સામેલ થયા હતા.

આ મામલે એનસીબીના ચીફ એસ એન પ્રધાને કહ્યું કે ’બે અઠવાડિયા સુધી ચાલેલી તપાસનું આ પરિણામ છે. આ માટે અમે ગુપ્ત બાતમીઓ પર કાર્યવાહી કરી અને તેમાં કેટલીક બોલીવુડ લિંકની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું. આ મામલે તપાસ ચાલુ છે.’

આ આઠ લોકોની અટકાયત કરવામાં આવી છે : ૧. મુનમુન ધમેચા ૨. નુપૂર સારિકા ૩. ઈસમીત સિંહ ૪. મોહક જસવાલ ૫. વિક્રાંત છોકર ૬. ગોમિત ચોપરા ૭. આર્યન ખાન ૮. અરબાઝ મર્ચન્ટ

આર્યને પૂછપરછમાં દાવો કર્યો હતો કે તેના નામે પાર્ટીમાં લોકોને ઇનવાઇટ કરવામાં આવ્યા હતા. વધુમાં આર્યને કહ્યું હતું કે તેની પાસેથી કોઈ ફી લેવામાં આવી નહોતી. તેને ગેસ્ટ તરીકે પાર્ટીમાં બોલાવ્યો હતો.

દિલ્હીથી આવેલી ત્રણ યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી છે. આ ત્રણેય યુવતીઓ દિલ્હીના બિઝનેસમેનની દીકરીઓ છે. આ તમામની પૂછપરછ થઈ રહી છે. દિલ્હી હેડ ક્વાર્ટરથી આ આખા કેસ પર નજર રાખવામાં આવી રહી છે. એનસીબીના અધિકારીએ કહ્યું હતું કે આ કેસમાં કાયદાકીય તપાસ ચાલુ છે અને આ કેસમાં જે પણ જોડાયેલા છે, તે તમામ વિરુદ્ધ ફરિયાદ થશે.

Other News : યુકેથી ભારત આવતા પ્રવાસીઓએ ક્વોરન્ટી ફરજિયાત : ૪ ઓક્ટોબરથી અમલ

Related posts

આધારકાર્ડમાં આવી ભૂલ ભારે પડી જશે, સરકાર સીધો ફટકારશે 10 હજારનો દંડ…

Charotar Sandesh

અચ્છે દિન યથાવત! સતત દસમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો…

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સાત આતંકીઓનો સફાયો : એક જવાન શહિદ…

Charotar Sandesh