Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં કોરોનાનો નવો વેરિએન્ટ XEની આ શહેરમાં એન્ટ્રી : મુંબઈથી આવેલ યુવાનનો રીપોર્ટ પોઝિટીવ

કોરોનાનો નવો વેરિએન્ટ (variant XE)

વડોદરાની હોટેલમાં રોકાયેલ દંપતિ હાલ ક્યા છે તેનાથી તંત્ર અજાણ : દર્દીને શોધવા તંત્ર દોડતું થયું

વડોદરા : ગુજરાતમાં કોરોના CORONAના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, તેવામાં નવો વેરિએન્ટ XE (variant XE)ની એન્ટ્રીના સમાચારથી ચકચાર મચી જવા પામી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક પુરુષ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે

તે મુંબઈથી આવ્યા બાદ એક હોટેલમાં રોકાયા હતા, તેણે તાવના લક્ષણો જણાતાં ખાનગી લેબમાં કાઢ્યો હતો, જે રીપોર્ટ XE (variant XE) પોઝિટીવ આવ્યો છે, જેને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. દરમ્યાન હોટેલમાં રોકાયેલ દંપતિ હાલ ક્યાં છે તે તંત્રને ખબર નથી, જેને લઈ આરોગ્ય વિભાગમાં દર્દીને શોધવા દોડતું થયું છે.

મળતી માહિતી મુજબ, આ કોરોનાનું નવું વેરિએન્ટ પહેલાની તુલનાએ ૧૦ ગણું ચેપી છે, આ એક ઓમિક્રોન જછે, જે Omicron બીએ૧ અને બીએ ર નું મિશ્રણ છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનની એક મહિના પહેલા ચીનના શાંઘાઈમાં પુષ્ટિ થઈ હતી. આ પછી શહેરના ઘણા વિસ્તારો બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં વધતા સંક્રમણને રોકવા અધિકારીઓએ ગયા અઠવાડિયે લોકડાઉન લાદ્યું. આ અંતર્ગત શહેરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું અને દરેક ભાગ માટે અલગ-અલગ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવતાં આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

Other News : અંબાજી જતા રસ્તાના ઢાબા પર સામાન્ય નાગરિકની જેમ CM ભુપેન્દ્ર પટેલે ચા-પાપડીની મોજ માણી, જુઓ વિડીયો

Related posts

હવે ૧-૧-૨૦૧૬ પછીના ગુજરાતના અધ્યાપકોને નહી મળે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ…

Charotar Sandesh

આગામી ૧૦૦ દિવસમાં પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યા ભરાશે : ગૃહમંત્રી સંઘવી, જાણો વિગત

Charotar Sandesh

રાજ્યમાં રસ્તાઓના રિસરફેસીંગ-રિપેરીંગ માટે સરકાર ખર્ચશે ૧૬૦ કરોડ રૂપિયા…

Charotar Sandesh