Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં નવનિર્મિત પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ થશે

આણંદ નગરપાલિકા

તા. ર૯મીના રોજ આણંદ ખાતે આણંદ નગરપાલિકા દ્વારા રૂા. ૩.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલના હસ્‍તે લોકાર્પણ રાજયના મહેસુલ અને જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીની પ્રેરક ઉપસ્‍થિતિ

આણંદ : આણંદ નગરપાલિકા દ્વારા અમીન ઓટો સામે, ઉમા ભવન પાછળ, એસ.ટી.પી. પ્‍લાનની સામે ટી.પી. ૮માં ૧૭૯ ફા.પ્‍લોટમાં રૂા.
૩.૩૨ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતા નવનિર્મિત પ્રમુખ સ્‍વામી અર્બન કોમ્‍યુનિટી હોલનું તા. ૨૯/૧૨/૨૦૨૧ના રોજ બપોરના ૪-૦૦ કલાકે રાજયના મહેસુલ અને કાયદા તથા જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના મુખ્‍ય મહેમાનપદે નવસારીના સાંસદ અને ભા.જ.પ. પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી. આર. પાટીલના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવશે.

આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને આણંદ જિલ્‍લા ભા.જ.પ. પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ અતિથિવિશેષપદે ઉપસ્‍થિત રહેશે તેમ આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ અને ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર શ્રી કમલકાંત પ્રજાપતિએ જણાવ્‍યું છે.

આ પ્રમુખ સ્‍વામી હોલ ૨૦૦૦ થી ૨૫૦૦ વ્‍યકિતઓની સગવડતા ધરાવે છે. જેમાં હોલ, રસોડુ, પાણીની સુવિધા, પાર્કિંગની સુવિધા સહિત
ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્‍ધ બનાવવામાં આવી છે.

Other News : આણંદમાં રવિવારે વધુ બે પોઝિટિવ કેસો : ૪ કોરોનામુક્ત થતાં હોમ કોરેન્ટાઈન કરાયા

Related posts

છેલ્લા પંદર માસ દરમિયાન આણંદ જિલ્લાના ૭૫ હજારથી વધુ લાભાર્થીને રૂ. ૫૮ કરોડથી વધુની સહાય ચૂકવાઇ

Charotar Sandesh

રાયફલ શુટિંગમાં દેશનું નામ રોશન કરનાર આણંદની લજ્જા ગોસ્વામીને ધોરણ-૧૧ના પાઠ્યપુસ્તકમાં સ્થાન…

Charotar Sandesh

પાંચ દિવસનાં મીની વેકેશન બાદ બજારોમાં વેપાર-ધંધા શરૂ…

Charotar Sandesh