ગાંધીનગર : રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરીએ યોજાનાર ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, તે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવાનો ગૌણ સેવા પંસદગી મંડળે નિર્ણય લીધો છે. ૩ વર્ષ પરીક્ષાનું આયોજન કરાયુ હતું. ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મોકૂફીની જાહેરાત કરી છે. વહીવટી કારણોસર પરીક્ષા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા આપવાના હતા
બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની ૩,૯૦૧ જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવવાની હતી. પરંતુ હાલમાં વહીવટી કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી હોવાનું માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
Other News : કોરોના કેસો ઘટતાં રાત્રિ કર્ફ્યુ ૧૨ વાગ્યાથી પ વાગ્યા સુધી કરવા વિચારણા : આવતીકાલે જાહેર કરાશે SOP