Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

જાહેરનામું : આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર-એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે

વાહનોની લે-વેચ

આણંદ : જિલ્લામાં સાયકલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલર, વિદ્યુતથી ચાલતાં વાહનો સહિતના તમામ વાહનોની લે-વેચ કરનાર, બ્રોકર, કમિશન એજન્ટ તેમજ ભાડે આપનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજીસ્ટર નિભાવવા હુકમ કરેલ છે.

આ જાહેરનામા મુજબ આણંદ જિલ્લાના વાહનો વેચનાર, લે-વેચ કરનાર, બ્રોકરો/કમિશન એજન્ટો તેમજ ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહક પાસેથી તેમજ ભાડે રાખનાર પાસેથી ઓળખના પૂરતા પૂરવા લઈને જ ખરીદ-વેચાણ-ભાડે આપવાનું રહેશે તેમજ આ અંગેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આવા વેપારીઓ, બ્રોકરો કે કમિશન એજન્ટ ગ્રાહકનું વાહન લે-વેચ માટે પોતાના કબજામાં સંભાળે ત્યારે તુરંત જ નિયત નમૂના મુજબના રજીસ્ટરમાં તેની નોંધ કરી અઘતન સ્થિતિમાં રાખવાનું રહેશે.

આ રજીસ્ટરમાં ભાડે રાખનાર/લેનાર/વેચનાર ગ્રાહકનું નામ, સરનામુ, મોબાઇલ નંબર, વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, એન્જીન-ચેસીસ નંબર, વાહનનો કબજો સંભાળ્યા તારીખ-સમય કે ગ્રાહકે વાહન ભાડે રાખ્યાની તારીખ-સમય, લે-વેચ અને સોદાના અંતે વેપારી-બ્રોકરે વાહનનો કબજો ગ્રાહકને  સોંપ્યા તારીખ-સમય તથા આ ગ્રાહકે ભાડા પરથી વાહન પરત સોપ્યા તારીખ સમય, ભાડે રાખનાર/ લેનાર/ વેચનાર ગ્રાહકની સહી તથા વેપારી-બ્રોકર કમિશન એજન્ટની સહી દર્શાવવાની રહેશે.

કબજામાં રાખેલ આવા વાહનો જાહેર સરકારી માલીકીના જગ્યામાં વ્યાપારી હેતુ માટે દુરુપયોગ ક૨વામાં આવશે તો તે આ જાહેરનામાનો ભંગ ગણાશે.

આ હુકમ તા.૦૬/૦૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે

Other News : આણંદમાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય : જિલ્લામાં અલગ અલગ ૮ સ્થળેથી મોબાઈલ ચોરાયા

Related posts

ઉમરેઠમાં મળી આવેલું મૃત જાનવર આફ્રિકન જંગલનું જેનેટ કે દેશી વનિયર ? અનેક તર્ક…

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૨૦૭મો રંગોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો

Charotar Sandesh

આણંદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રન ફોર તિરંગા રેલી યોજાઈ : કલેકટર મનોજ દક્ષિણીની પ્રેરક ઉપસ્થિતિ

Charotar Sandesh