Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદના પ્રસિદ્ધ પીપળાવ આશાપુરી માતાના મંદિરે NRI ભક્ત દ્વારા ર૭ લાખનો સોનાનો મુગટ અર્પણ કરાયો

પીપળાવ આશાપુરી માતા

આણંદ : તાલુકાના પ્રસિદ્ધ પીપળાવ આશાપુરી માતાના મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તે સમયે અમેરિકામાં વસતા હરીશભાઈ મણીભાઈ પટેલ તથા સમસ્ત પરિવાર તરફથી આશાપુરા માતાજીને ર૭ લાખ ઉપરાંતનો કિંમતી મુગટ અર્પણ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રખ્યાત આશાપુરી માતાના મંદિરે વિવિધ સ્થળોથી દર્શનાર્થે આવતા હોય છે, અને પોતાની મનોકામના પુર્ણ થતાં મોટા પ્રમાણમાં ભેટ અર્પણ કરતા હોય છે. એવામાં વિદેશમાં સ્થાયી થયેલ એક એનઆરઆઈ એ મંંદિરમાં દાન આપતાં સમગ્ર પુજારી મંડળ અને ધર્મશાળા ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

માતાજીના આશિર્વાદ સદાય દાતા પરિવાર ઉપર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે

નોંધનીય છે કે, અમેરિકામાં રહેતા હરીશભાઈ મણીભાઈ પટેલ તેમજ તેઓના પરિવાર તરફથી આશાપુરી માતાજીને રૂપિયા ૨૭ લાખ ૭૪ હજાર ૫૩૬ની કિંમતનો સોનાનો મુગટ ભેટ અર્થે અપાતાં માતાજીના આશિર્વાદ સદાય દાતા પરિવાર ઉપર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

Other News : વિશ્વપ્રખ્યાત અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર ૧૦ હજાર કરોડને પાર થયું : ગત વર્ષ કરતાં ૯ ટકાનો વધારો

Related posts

આણંદમાં આવતીકાલે શ્રીજીની ભવ્ય શોભાયાત્રા : જુઓ નાની-મોટી મૂર્તિઓ માટેની વ્યવસ્થા-પોલિસ બંદોબસ્ત

Charotar Sandesh

Crime : આણંદમાં બર્થડેમાં આમંત્રણ આપીને પતિએ તેની પત્નીના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

Charotar Sandesh

અમુલના કરોડો રૂપિયાના ચીઝ કૌભાંડ મામલે વાઈસ ચેરમેન સહિત છ સભ્યોએ કાર્યવાહીની માંગ કર્યા બાદ ચૂપકીદી કેમ..?

Charotar Sandesh