Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ગુનેગારોને પકડવામાં મદદરૂપ થનાર સ્નિફર ડોગ માટે આણંદમાં ઓલ્ડ એજ હોમ ખુલ્લું મુકાયું

સ્નિફર ડોગ

આણંદ : જિલ્લામાં આરોપીને જડમુળથી શોધી કાઢવા મદદરૂપ થતાં ડોગ સ્કવોર્ડના સેવાનિવૃત્ત થતા ડોગ માટે ઓલ્ડ એજ હોમ આણંદમાં બનાવવામાં આવ્યું છે. સપ્તાહમાં બે દિવસ શનિવાર અને રવિવારે સવારે 9થી 11 અને સાંજે 4થી 6 કલાક દરમિયાન નિશ્ચિત સમય માટે શ્વાન પ્રેમીઓ આ પોલીસ અધિકારી શ્વાનને મળી શકશે.

ઓલ્ડ એજ હોમના નિભાવ ખર્ચમાં સાંસદ મિતેષ પટેલે 25 હજારનો ચેક અર્પણ કર્યો

નોંધનીય છે કે, ચોરી, લૂંટ, હત્યા સહિતના કેસમાં ડોગ સ્કવોર્ડ મહત્વપૂર્ણ બની રહે છે. દસથી બાર વરસની ઉંમરે આ ડોગને સેવા નિવૃત્ત કરવામાં આવે છે. જેથી નિવૃત્તિ બાદ સુવિધાસભર જીવન જીવી શકે તે માટે રાજ્યમાં પ્રથમ વખત પોલીસના નિવૃત્ત થતાં શ્વાન માટે ઓલ્ડ એજ હોમ આણંદમાં બનાવવામાં આવ્યું હતું.

પોલીસ વિભાગમાં લેબરાડોગ અને જર્મન સ્નિફર પ્રજાતિના શ્વાન અતિ પ્રચલિત છે

સામાન્ય રીતે શ્વાનમાં રહેલી સૂંઘવાની શક્તિને કારણે પોલીસ દ્વારા વિશેષ પ્રજાતિના શ્વાનનો પૂરતી તાલીમ આપી તેને પોલીસ અધિકારી કે કર્મચારીની જેમ જ રેન્ક આપી તેની ભરતી કરી ફરજ ઉપર લેવામાં આવતા હોય છે.

Other News : ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નિયત કરાઈ

Related posts

આણંદના વધુ ર વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત આવશે : લિસ્ટ મુજબ કુલ ૧૮ વિદ્યાર્થીઓ ફસાયેલ છે

Charotar Sandesh

વિદ્યાનગરમાં વિઝા કન્સલટન્સીની ઓફિસ ખોલી કરાઈ ૨.૨૦ લાખની છેતરપીંડી, જુઓ વિગત

Charotar Sandesh

વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૨મો પદવીદાન સમારોહ સંપન્ન…

Charotar Sandesh