Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તા.૧૦મીના રોજ આ માર્ગ પરથી ભારે વાહનો તથા જવલનશીલ પદાર્થ ગેસ ભરેલા વાહનો પસાર થઇ શકશે નહીં

માર્ગ પરથી ભારે વાહનો

વાહનચાલકોએ આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે

આણંદ :  આગામી તા. ૧૦મીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM modi in vidyanagar) વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદના કરમસદ શકિતનગર હેલીપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે પધારી રોડ માર્ગે નીકળી શાસ્ત્રી મેદાન, વિદ્યાનગર ખાતે જાહેરસભાને સંબોધન કરશે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM modi in vidyanagar) સહિત મહાનુભાવોના કાર્યક્ર દરમિયાન ટ્રાફિક નિયમન જળવાઇ રહે તથા સુરક્ષાની દ્રષ્ટિએ તા. ૧૦/૧૦/૨૦૨૨ના રોજ સવારના ૬-૦૦ થી બપોરના ૪-૦૦ કલાક દરમિયાન ભારે વાહનો તથા જવલનશીલ પદાર્થ ગેસ ભરેલા ટેન્કરોની અવર-જવર કરવા પર ડાયવર્ઝન આપવું જરૂરી હોઇ આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ. વાય. દક્ષિણીએ કાયદાકીય મળેલ સત્તાની રૂઇએ આ સમયગાળા દરમિયાન આણંદ થી તારાપુર જતા ભારે વાહનો તથા જવલનશીલ પદાર્થ ગેસ ભરેલા ટેન્કરો વાયા વાસદ થઇ તારાપુર અને તારાપુર થી આણંદ તરફ આવવાને બદલે તારાપુર થી વાસદ થઇ વડોદરા-અમદાવાદ તરફ જઇ શકશે.

આ પ્રતિબંધ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાન તથા ફાયરબ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં. જયારે આ હુકમનો ભંગ કરનાર કાયદાકીય જોગવાઇઓને આધીન શિક્ષાને પાત્ર થશે.

Other News : વિદ્યાનગરમાં ૧૦મી તારીખે પીએમ મોદીની સભાને લઈ શાળાઓમાં રજા : પરીક્ષાની તારીખો ચેન્જ કરાઈ

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : આણંદ જિલ્લામાં વિધાનસભાની ૭ બેઠકો ઉપર ૧૭.૬૮ લાખથી વધુ મતદારો

Charotar Sandesh

રાજ્યના ગૃહમંત્રીએ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ગુફતેગુ યોજાઈ : આણંદની ઓચિંતી મુલાકાત લીધી

Charotar Sandesh

સામરખા કુમાર શાળામાં બાળમેળો યોજવામાં આવ્યો

Charotar Sandesh