Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં ઓવૈસીના વિરોધમાં મુસ્લિમ યુવાનોએ ફરકાવ્યા કાળા વાવટા, ’મોદી-મોદી’ના નારા લગાવ્યા

સુરતમાં ઓવૈસી

સુરત : ગુજરાતમાં ૧ અને ૫ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણી માટે માહોલ જોરદાર ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે એઆઇએમઆઇએ પણ આ વખતે મેદાનમાં છે. સુરતમાં પોતાના પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરવા આવેલા AIMIMએ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને રુદરપુરા ખાડી વિસ્તારમાં જનસભાને સંબોધિત કરતી વખતે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીના સંબોધન દરમિયાન મુસ્લિમ યુવાનોએ કાળા વાવટા ફરકાવી તેમનો વિરોધ કર્યો હતો.

મળતી માહિતી મુજબ અસદુદ્દીન ઓવૈસી રવિવારે રાતે સુરતની પૂર્વ વિધાનસભા બેઠક પરના AIMIM ઉમેદવાર વસીલ કુરેશીના પ્રચાર માટે સુરતમાં આવ્યા હતા. જ્યાં ભાષણ દરમિયાન અમુક મુસ્લિમ યુવાનોએ કાળા વાવટા ફરકાવીને નારા લગાવ્યા હતા. યુવાનોએ વાપસ જાઓ, વાપસ જાઓ, તેમજ મોદી-મોદી, મોદી ઝીંદાબાદના નારા પણ લગાવ્યા હતા.

જો કે સમર્થકોએ બાદમાં આ યુવકોને દૂર હટાવી દીધા હતા પરંતુ થોડો સમય વાતાવરણ ગરમાયુ હતુ

આ અગાઉ ૧૨ નવેમ્બર શનિવારના રોજ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના દાણીલીમડા વિધાનસભા ક્ષેત્રમાં તેમના પક્ષના ઉમેદવાર કૌશિક પરમારના પ્રચાર માટે એક સભાને સંબોધવા માટે જવાના હતા પરંતુ બાદમાં તેમની સભા રદ કરવામાં આવી હતી. જેના માટે AIMIM ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યુ હતુ કે, ’તેઓ કમરના દુઃખાવાના કારણે આવી શક્યા નહોતા. પરંતુ બાદલમાં દાણીલીમડા જરુર આવશે.’ જો કે, બીજા જ દિવસે તેઓ સુરતમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે AIMIM દ્વારા જાહેર કરાયેલ ૩ બેઠકમાં અમદાવાદની બે – જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા અને સુરત પૂર્વની એક બેઠકનો સમાવેશ થાય છે.

Other News : ટી૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન હારી જતાં કાશ્મીરી વિદ્યાર્થીઓ બગડ્યા : બેફામ પથ્થરમારો ! જુઓ

Related posts

પાટીદાર અભિયાન : દીકરીઓની અછત નિવારવા ગુજરાત બહારના રાજ્યમાંથી પાટીદારોને દીકરી લાવવાનો નિર્ણય

Charotar Sandesh

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ : સામાન્ય લક્ષણો જણાતાં હોમ ક્વોરન્ટાઈન થયા

Charotar Sandesh

અસલામત ગુજરાત : ૨૦૧૬થી ૨૦૧૮ સુધીમાં ૩૭૪૩ કિશોરીઓ સાથે દુષ્કર્મ…

Charotar Sandesh