વડતાલ : સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉત્તરાયણ પર્વની પૂર્વ સંધ્યાએગોકુલધામ નાર સ્વામિનારાયણ ગુરુકુળના સુકદેવ સ્વામીના સૌજન્યથી વડતાલની કુમાર અને કન્યાશાળામાં. લક્ષ્મી નારાયણ હાઈ સ્કુલ તથા અન્ય સ્કુલમાં અભ્યાસ કરતા ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પતંગ અને ચિક્કી, બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંદિર ના કોઠારી ડો.સંત સ્વામી એ વિદ્યાર્થી ઑ ને ચાઇનીઝ દોરી નો ઉપયોગ ન કરવા શીખ આપી હતી.મકાન પર પતંગ પકડવા ન દોડવા તથા વીજ લાઈન થી દુર રહેવા જણાવ્યું હતું.
સાથે સાથે સાંજે ધાબા પરથી નીચે આવો ત્યારે દોરી ના ટુકડા લાવી નાશ કરવા જણાવ્યું હતું
વડતાલ મંદિરના વહિવટી સહયોગી પૂજ્ય મુનિવલ્લભ સ્વામીઃ શ્યામવલ્લભ સ્વામી, મહેન્દ્રભાઈ ટ્રસ્ટીશ્રી, ઘનશ્યામ ભગત ટ્રસ્ટી, ઉપરાંત કેતનભાઇ પટેલ USA અને પ્રિતેશભાઇ પટેલ તથા જીગ્ગુભાઇ પટેલના હસ્તે આ પતંગ વિતરણ થયું હતું.
Other News : આણંદ જિલ્લામાં ચાઈનીઝ માંઝા અને નાણાં ધીરધારના ગોરખધંધાઓ અટકાવવા અંગે લોકોને માહિતી અપાઈ