આણંદ : વૈદિક ગણિતનો અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓમાં બુદ્ધિ કૌશલ્યનો વિકાસ થાય છે. તેમના એક દૂરંદેશીપણું પણ આવે છે. વૈદિક ગણિત શીખવાથી વિદ્યાર્થીઓને ગણિત ખુબ જ સરળતાથી શીખી શકે છે સાથે તેણે કોઈ દાખલાનો જવાબ પ્રાપ્ત સરળતાથી કરી શકે છે જેના કારણે વિદ્યાર્થીઓ માનસિક રીતે મજબુત થાય છે અને તેઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
જુદી જુદી રીતો દ્વારા વિદ્યાર્થીઓને વિષયો દ્વારા વધારે માહિતીગાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો
આ ઉદ્દેશને સાકાર કરવા તા.૦૫/૦૭/૨૦૨૧ સોમવારના રોજ ચરોતર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, આણંદના આચાર્યશ્રી કાર્તિકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વૈદિક ગણિત શીખવવા માટે ઓનલાઇન આયોજન કરવામાં. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષકો દ્વારા વેદિકગણિતની ઝડપી ગુણાકારની, ઝડપી વર્ગમૂળ અને ઘનમૂળની, ત્રિકોણ શોધવાની જુદી જુદી રીતો દ્વારા વિદ્યાર્થીઓને વિષયો દ્વારા વધારે માહિતીગાર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
- Jignesh Patel, Anand
You May Also Like : E-car નો ક્રેઝ વધ્યો : ૨ મહિનાનું વેઈટિંગ : ૧૦ દિવસમાં ૧૦૦ કારનું બુકિંગ