Charotar Sandesh
ગુજરાત

વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતસિંહા આ તારીખે ગુજરાત આવશે : કોંગ્રેસના ધારાસભ્ય સાથે બેઠક કરશે

Yashwantsinha ગુજરાત કોંગ્રેસ

અમદાવાદ : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો કાર્યકાળ સમાપ્ત થયો છે, ત્યારે દેશના નવા રાષ્ટ્રપતિ પદે ભાજપ તરફથી દ્રૌપદી Murmuને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે વિપક્ષ તરફથી Yashwantsinha એ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવી, જેના પગલે 7મી જુલાઈ Yashwantsinha ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ખાસ મળવા માટે આવી શકે છે.

રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી આગામી ૧૮ મી જુલાઈએ યોજાવાની છે, મતગણતરી ૨૧મી જુલાઈએ થશે

કોંગ્રેસના નેતાઓને તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી અને મતદાન અંગે ચર્ચા ઉપરાંત જરૂરી માર્ગદર્શન અપાશે, તેઓ કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે અને રાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ તેના મતદાન અંગે માર્ગદર્શન આપશે. ઉમેદવાર યશવંતસિંહાની ગુજરાત મુલાકાત અંતર્ગત વિપક્ષ કોંગ્રેસના નેતા તેમજ પ્રદેશ પ્રમુખએ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

રાષ્ટ્રપતિ પદ માટેના વિપક્ષના ઉમેદવાર Yashwantsinhaએ ૨૭ જૂને તેમનું ઉમેદવારીપત્ર ભરેલ હતું. સંસદ ભવન ખાતે તેમની સાથે કોંગ્રેસના રાહુલ ગાંધી, એનસીપીના વડા શરદ પવાર, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, નેશનલ કોન્ફરન્સના ફારૂખ અબ્દુલ્લાહ, ટીએમસીના અભિષેક બેનર્જી, સહિત TRS, DMK, CPIM સહિતના વિપક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.

Other News : પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પિતાના ફોટા સાથે ઈમોશનલ સંદેશ શેર કર્યો

Related posts

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો…

Charotar Sandesh

મોરબી પુલ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ તારીખે સુનાવણી થશે

Charotar Sandesh

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક 1110 નવા કેસ, 21ના મોત : આણંદ જિલ્લામાં વધુ ૧૧ કેસો…

Charotar Sandesh