Charotar Sandesh
ગુજરાત

અમદાવાદ સિવિલમાં મોરબીના બ્રેઈનડેડ વૃદ્ધના અંગદાનથી દર્દીઓને મળ્યું નવજીવનદાન

અમદાવાદ સિવિલ

અમદાવાદ : સિવિલ હોસ્પિટલની એસઓટીટીઓની ટીમ દ્વારા ૧૨ મી માર્ચે બ્રેઇનડેડ કાન્તિભાઇના અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવ્યા બાદ અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ૬ કલાકના અથાગ પરિશ્રમ બાદ બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. કાન્તિભાઇના અંગત પરિવારમાં તેમના પત્ની અને બે પુત્રો છે.

પરિવારજનોનું કહેવું છે કે, કાન્તિભાઇ સેવાભાવી હતા. જીવનપર્યત તેઓ અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા રહ્યા. તેમણે સ્વને ભૂલીને સમસ્તિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. બ્રેઇનડેડ થયા બાદ મરણોપરાંત પણ તેઓ ત્રણ જરૂરિયાતમંદ પીડિત વ્યક્તિઓને નવજીવન આપી ગયા. તેનો અમારા પરિવારનજનોને ગર્વ છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલ અને રાજ્યની અંગદાન માટે એસઓટીટીઓની ટીમ દ્વારા આદરેલા અંગદાનના મહાયજ્ઞમાં સમાજના દરેક વર્ગને જોડાવવા અનુરોધ કર્યો છે

તેમણે વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ મહિનામાં કુલ ૪૦ અંગદાન મેળવવામાં સફળતા મળી છે. જેમાં મળેલા ૧૨૨ અંગો દ્વારા ૧૦૬ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે. ભીંત પર લગાવેલા પોસ્ટર વાંચીને પણ એક પરિવારે અંગદાન અંગે ગહન વિચાર કર્યો. વિચારને અમલમાં મૂકીને અંગદાન પણ કર્યું.

જે દર્શાવે છે કે, સમાજમાં આજે દિન-પ્રતિદિન અંગદાન અંગે લોકોમાં જાગૃકતા પ્રવર્તી રહી છે તેનું આ જીવંત ઉદાહરણ છે. ભીંતચિત્ર પર કંઇક વાંચીને કરેલા નિર્ણયથી ત્રણ લોકોને નવજીવન મળતું હોય. ત્યારે એક જવાબદાર નાગરિક તરીકે આપણે પણ અંગદાન અંગે સમાજમાં મહત્તમ જાગૃકતા પ્રસરાવવી જોઇએ.

સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારે હવે મોરબીના ૬૨ વર્ષના વૃદ્ધ બ્રેઈનડેડ દર્દીના પરિવારજનોએ અંગદાનની મંજૂરી આપતા જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં ઉજાશ પથરાશે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૪ મહિનામાં કુલ ૪૦ અંગદાન મેળવવામાં સફળતા મળી છે. જેમાં મળેલા ૧૨૨ અંગો દ્વારા ૧૦૬ જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન મળ્યું છે. તેમના જીવનમાં ઉજાસ પથરાયો છે.

Other News : દેશભરમાં ચર્ચામાં આવેલ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને મુખ્યમંત્રીએ ગુજરાતમાં કરમુક્ત કરી

Related posts

ગુજરાતના દરિયામાંથી ૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ૬ પાકિસ્તાનીઓની ધરપકડ : કઈ લઈ જવાતું હતું ડ્રગ્સ ? જુઓ

Charotar Sandesh

અરે વાહ, ગુજરાતમાં પહેલા દિવસે જ કુલ ૫.૫૦ લાખ તરૂણોને વેક્સિન અપાઈ

Charotar Sandesh

ગુજરાતમાં આરોગ્યની સેવાઓ માટે ’104’ Health Helpline શરૂ કરાશે…

Charotar Sandesh