Charotar Sandesh
વર્લ્ડ

બ્રિટનમાં ફરીવાર મહામારીનો કહેર : ઓમિક્રોન વેરિઅન્ટનો કમ્યુનિટી સ્પ્રેડ થવા લાગ્યો

ઓમિક્રોન વેરિઅન્ટ

યુકે : બ્રિટનમાં નૉન રેડ લિસ્ટ દેશમાંથી ભલે તે વેક્સિનેટેડ થયા હોય કે નહીં, તેને યુકેમાં આવવા માટે ૪૮ કલાક પહેલા જ PCR નેગેટીવ રિપોર્ટ બતાવવો પડશે. જાવિદે કહ્યુ કે બે દિવસ પહેલા પીસીઆર ટેસ્ટ અને નેગેટીવ રિપોર્ટ ન આવવ સુધી આઈસોલેશન જેવા ઉપાય અસ્થાયી છે અને તેમને આગામી અઠવાડિયે રિવ્યૂ કરવામાં આવશે.

એક્સપર્ટનુ કહેવુ છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે.દુનિયાના ૩૮થી વધારે દેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી પહેલા ડિટેક્ટ થયેલા આ વેરિઅન્ટના અમેરિકા, બ્રિટન, યુરોપ, ભારતમાં પણ ઘણા ઝડપથી કેસ મળી રહ્યા છે. બ્રિટનમાં ઓમિક્રોનનો કમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ચૂક્યો છે. અહીં ટ્રાવેલ હિસ્ટ્રી વિના પણ ઘણા લોકો કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે.

યુકેના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે સંસદમાં જણાવ્યુ કે દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટના ૩૩૬ કેસ સામે આવી ચૂક્યા છે. ઈંગ્લેન્ડમાં આનો કમ્યુનિટી સ્પ્રેડ પણ જોવા મળ્યો છે.

ઈંગ્લેન્ડમાં અત્યાર સુધી ૨૬૧ કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે સ્કૉટલેન્ડમાં ૭૧, વેલ્સમાં ૪ કેસ સામે આવ્યા છે

સાજિદ જાવિદે રહ્યુ, કેટલાય કેસ એવા આવી રહ્યા છે, જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. એવામાં અમે એ પરિણામ પર પહોંચ્યા છે કે ઈંગ્લેન્ડના કેટલાક ક્ષેત્રોમાં કમ્યુનિટી સ્પ્રેડ જોવા મળી રહ્યા છે. અમે કંઈ પણ નસીબ પણ છોડી રહ્યા નથી.

તેમણે કહ્યુ જ્યારે દુનિયાના વૈજ્ઞાનિક નવા વેરિઅન્ટ વિશે જાણકારી એકઠી કરવામાં લાગેલા છે ત્યારે અમારી રણનીતિ કોરોનાના નવા વેરિઅન્ટની સામે પોતાની ડિફેન્સ મજબૂત કરવાની છે. જોકે, જાવિદે યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી દ્વારા જારી ડેટાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનની સમય મર્યાદા ડેલ્ટા વેરિઅન્ટ કરતા ઓછી હોવાની સંભાવના વ્યક્ત કરી છે.

Other News : નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધુ સાત કેસ અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં નોંધાયા

Related posts

દુનિયાને કોરોના-રસીના ૧-અબજ ડોઝનું દાન કરશે G7

Charotar Sandesh

ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારત આવશે : અમદાવાદમાં ‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ…

Charotar Sandesh

વિદેશમંત્રી પોમ્પિયોને ભારતના ખેડૂત આંદોલનમાં દખલ દેવા ચિઠ્ઠી લખી…

Charotar Sandesh