Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ડાકોરને જોડતા તમામ માર્ગો પર પદયાત્રિકોનો ધસારો : ડાકોરના ઠાકોરને મળવા શ્રદ્ધાળુઓ આતૂર, જુઓ તસ્વીર

ડાકોરના ઠાકોર

ડાકોર : ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે હોળીના તહેવારને લઈ રાજયભરમાંથી લાખો શ્રદ્ધાળુઓએ પહોંચી રહ્યા છે. જેના કારણે ડાકોરને જોડતા તમામ માર્ગો પર પદયાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

ડાકોર ખાતે ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ઠેકઠેકાણેથી શ્રદ્ધાળુઓ પગપાળા અહીંયા ઉમટે છે.

આ માર્ગ “જય રણછોડ માખણ ચોર”ના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે. ધોળી ધજા સાથે યુવાનો, બાળકો તથા અન્ય લોકો ડાકોર તરફ આગળ ધપી રહ્યા છે. ત્યારે કોઈપણ પદયાત્રીને ઈમરજન્સી સારવારની જરૂર પડે તો તે માટે ૧૦૮ની ૮ ટીમો એલર્ટ કરવામાં આવી છે. આ ટીમો પૈકી ૪ ટીમો ડાકોર શહેરમાં એલર્ટ રાખવામાં આવી છે.

શ્રદ્ધાળુ પદયાત્રિકો ભૂખ, તરસ, થાકને ભૂલી જય રણછોડના જય ઘોષ સાથે ડાકોરના ઠાકોરને મળવા આતૂર બન્યાં છે

બીજી બાજુ પદયાત્રિઓની સેવામાં ૨૪ કલાક ખડેપગે રહી વિવિધ પ્રકારની સેવા કરતા સેવાભાવી લોકો પણ ધન્યતાની અનુભૂતિ કરી રહ્યાં છે. ચા, પાણી, નાસ્તો, ભંડારા, રહેવાની સહિત મેડીકલને લગતી સેવાઓ પદયાત્રિઓને વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

Other News : ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પહેલા ૭૦૦ ઈન્ટરવ્યુ અને હજારો કલાકનું સંશોધન કર્યું હતુ : વિવેક અગ્નિહોત્રી

Related posts

101 દિવસ બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પટ ખુલ્યા : લેવી પડશે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ…

Charotar Sandesh

ગુજરાતમાં ૧૬થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે : ભરતસિંહ સોલંકી

Charotar Sandesh

કોરોનાનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવો અને ઝડપથી નિદાન મેળવો : જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ

Charotar Sandesh