Charotar Sandesh
ગુજરાત

PM મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે પહોંચ્યા : અધિકારીઓ પાસે પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી

પીએમ મોદી (narendra modi)

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા સ્વાગત કરાયું

અમદાવાદ : પીએમ મોદી (narendra modi) ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે અધિકારીઓ-પોલિસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે, ત્યારે આજરોજ અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા સ્વાગત કરાયું હતું. પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા.

ત્રણ દિવસીય યોજાનાર કાર્યક્રમમોમાં પીએમ મોદી (narendra modi) આગામી ૧૮ થી ૨૦ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે. ૧૮ એપ્રિલના રોજ સાંજે લગભગ ૬ વાગ્યે પીએમ મોદી (narendra modi) ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.

તેમજ મંગળવારે ૧૯ એપ્રિલના રોજ સવારે લગભગ ૯ઃ૪૦ કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ ૩ઃ૩૦ કલાકે તેઓ જામનગરમાં ઢબ્યુએચઓ વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે.

બુધવારે ૨૦ એપ્રિલના રોજ સવારે લગભગ ૧૦ઃ૩૦ વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ ૩ઃ૩૦ કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.

તેમજ વડાપ્રધાનશ્રી એ જ દિવસે ૨૦ એપ્રિલના રોજ બપોરે લગભગ ૩ઃ૩૦ કલાકે દાહોદ ખાતે આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે જ્યાં તેઓ અંદાજે રૂપિયા ૨૨,૦૦૦ કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. આ સંમેલનમાં ૨ લાખ કરતાં વધારે લોકો ઉપસ્થિત રહેશે તેવી આશા રખાઈ છે.

Other News : નવાજૂનીના એંધાણ : કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે હવે બંધબારણે કરી નરેશ પટેલ સાથે મુલાકાત

Related posts

વડોદરામાં વડાપ્રધાનના પ્રવાસ પહેલા ATSની ટીમે ૪ શંકાસ્પદોની અટકાયત કરી, જુઓ વિગત

Charotar Sandesh

અંબાજી અકસ્માત : મૃતકોના પરિવારને રૂ. ૧૦ લાખની સહાય કરવા અમિત ચાવડાની માંગ…

Charotar Sandesh

લો બોલો… અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોના ટેસ્ટિંગ કિટના ૧૬ બોક્સની ચોરી થઈ…

Charotar Sandesh