Charotar Sandesh
ગુજરાત

PM મોદી એક્શનમાં : ગુજરાત ભાજપ નેતાઓ સાથે બંધ બારણે યોજી બેઠક : ચૂંટણીની રણનીતિ તૈયાર, જુઓ

પીએમ મોદી

ગાંધીનગર : આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા રણનીતિ ઘડાઈ રહી છે, ત્યારે પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે હતા. જે પ્રવાસ બાદ કમલમ ખાતે પ્રદેશ એકમની કોર કમિટીના સભ્યો સાથે બંધ બારણે બેઠક યોજાઈ.

મળતી માહિતી અનુસાર, આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપની બેઠકમાં સામેલ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદી દિલ્હી માટે રવાના થયા હતા. યોજાએલ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ કોર કમિટીના મોટાભાગના સભ્યો બેઠકમાં જોડાયા હતા. આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમા અને ગણપત વસાવા તથા લોકસભાના સાંસદ ભારતીબેન શિયાળ તથા રંજનબેન ભટ્ટ સામેલ હતા.

આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી, કારણ કે આ વર્ષે ડિસેમ્બરમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે

Other News : આ મહિનામાં થશે 5G સેવા શરૂ : હવે રિલાયન્સ લોન્ચ કરશે સસ્તો Jio 5G સ્માર્ટફોન, જુઓ વિગત

Related posts

સાવજોનું વેકેશન પૂર્ણ… સિંહદર્શન માટે વનવિભાગ દ્વારા લીલીઝંડી…

Charotar Sandesh

હાઇકોર્ટની વેબસાઇટ ત્રણ મહિનાથી ઠપ થતાં પક્ષકારોને હાલાકી, હાઇકોર્ટ સુધી ધક્કા…

Charotar Sandesh

શિક્ષકોને પગાર આપવા રાજ્ય સરકાર સામે શંકરસિંહ બાપૂએ બાંયો ચઢાવી…

Charotar Sandesh