Charotar Sandesh
સ્પોર્ટ્સ

કૃણાલ પંડ્યા કોરોના પોઝિટિવ : ભારત-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-૨૦ રદ્દ

ટીમ ઈન્ડિયા
બંન્ને ટીમોને આઈસોલેટ કરાઇ

કોલંબો : ટીમ ઈન્ડિયાનો ખેલાડી કૃણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આજે બીજી ટી૨૦ મેચ રમાવાની હતી પરંતુ તેને રદ કરવામાં આવી છે.

કૃણાલ પંડ્યા કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે મેચને રદ કરવામાં આવી છે. આ સાથે જ ભારત અને શ્રીલંકાની ટીમો આઈસોલેશનમાં જતી રહી છે. ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આ બીજો ટી ૨૦ મુકાબલો હતો. પ્રથમ ટી૨૦ મેચ જીતીને ટીમ ઇન્ડિયા ત્રણ મેચોની ટી૨૦ સીરીઝમાં ૧-૦થી લીડ બનાવી ચૂકી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-૨૦માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ૩૮ રને હાર આપી હતી. મેચ જીતવા ૧૬૫ રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેતી શ્રીલંકાની ટીમ ૧૮.૩ ઓવરમાં ૧૩૬ રન બનાવી ઓલઆઉટ થઈ હતી. એક સમયે શ્રીલંકાનો સ્કોર ૩ વિકેટના નુકસાન પર હતો અને ત્યાંથી તેઓ ૧૨૬ રનમાં તંબુ ભેગા થઈ ગયા હતા. આામ શ્રીલંકાએ ૩૬ રનમાં જ છેલ્લી સાત વિકેટ ગુમાવી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ચાર વિકેટ લીધી હતી. દિપક ચહરે બે વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વરૂણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી હતી.

જો તમામ ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે, તો આ મેચ કાલે રમાઈ શકે છે. પરંતુ હાલ કંઈ પણ કહેવું ઉતાવશ ગણાશે. ભારતે પ્રથમ ટી૨૦ મુકાબલામાં જીત નોંધાવી સીરીઝ પર લીડ મેળવી હતી, પરંતુ હવે આ સીરીઝ પર ખતરો મંડરાઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયા ૨૦૧૬ પછી વિરાટ-રોહિતની ગેરહાજરીમાં ટી૨૦ સિરીઝ રમવા ઉતરી છે. છેલ્લીવાર ઈન્ડિયન ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ઝીમ્બાબ્વે વિરુદ્ધ ૩ મેચની ટી૨૦ સિરીઝ રમી હતી. જેમા કોહલી અને રોહિત બંને ટીમની પ્લેઇંગ-૧૧માં સામેલ નહોતા. ઈન્ડિયા ટૂર ઓફ શ્રીલંકામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં સામેલ નથી. બંને દિગ્ગજો અત્યારે ઇંગ્લેન્ડમાં ૫ ટેસ્ટની સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે, જે ૪ ઓગસ્ટથી શરૂ થશે.

Other News : IPL ફેઝ-૨ : પહેલી મેચ મુંબઈ-ચેન્નઈ વચ્ચે ૧૯ સપ્ટેમ્બરથી રમાશે

Related posts

ઓસ્ટ્રીલીયન ખેલાડી સ્ટીવ સ્મિથની અનોખી તસ્વીરો આવી સામે, પત્નિએ કરી શેર…

Charotar Sandesh

નીરજને ઓલિમ્પિક ફાઈનલ પહેલાં પોતાનો ભાલો નહોતો મળ્યો

Charotar Sandesh

અમિત મિશ્રા-ભૂવનેશ્વર કુમાર ઇજાગ્રસ્ત થતા આઇપીએલમાંથી બહાર

Charotar Sandesh