Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ ખાતે પૂનમના કેસર સ્નાન અભિષેક યોજાયો : હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો

પૂનમના કેસર સ્નાન અભિષેક

વડતાલધામમાં મંગળવારે જ્યેષ્ઠાભિષેક સ્નાન કેસર સ્નાન અભિષેક યોજાયેલ, જેનો હજારો હરિભક્તોએ અભિષેક દર્શનનો લાભ લીધો હતો

વડતાલ : વડતાલ સહિત સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોમાં વૈશાખ સુદ – ૩ અખાત્રીજથી દેવોને ચંદન વાઘા ધરાવવાના શરૂ થયા, ૪૧ દિવસ સુધી રોજ અવનવી કલા પીરસી પૂજારીઓએ ચંદન વાઘા શણગારથી દેવોને વિભૂષિત કરેલ હતા, દરમિયાન મંગળવારે સવારે જેઠ સુદ પૂર્ણિમાના રોજ સંપ્રદાયના તમામ મંદિરમાં દેવોને કેસર સ્નાન અભિષેક યોજવામાં આવ્યો. ગ્રીષ્મ ઋતુમાં દેવોને ચંદનના વાઘા ધરાવવાની એક પરંપરા છે આ અંગે મંદિરના કોઠારી ડૉ. સંત વલ્લભ સ્વામી જણાવેલ હતું.

આ કાર્યક્રમમાં વડતાલ ખાતે સવારે ૫ઃ૧૫ કલાકે મંગળા આરતી બાદ ૫ : ૩૦ કલાકે અભિષેક પૂજન શરૂ કરાયું હતું, જેના યજમાન પદે જગદીશભાઈ પટેલ તથા પી. એન. શાહ (મેતપુર) હસ્તે (ડૉ. સંત વલ્લભ દાસજી સ્વામી) અ. ની. સ.ગુ. શાસ્ત્રી કૃષ્ણ જીવન દાસજી સ્વામી ની મેતપુર નાકિર્તીભાઈ માણેકલાલ પટેલ (હાલ મુંબઈ હસ્તે ગોવિંદ પ્રસાદજી સ્વામી) અભિષેક યોજાએલ, સવારે ૫ઃ૩૦ થી ૬ઃ૦૦ દરમિયાન મંદિરમાં બિરાજતા દેવોને કેસર સ્નાન જનમંગલ સ્તોત્રના ગાન સાથે અભિષેક કરાયેલ.

પૂનમના દિવસે હજારો હરિભક્તો એ કેસર અભિષેક દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવેલ હતી ૭ઃ૩૦ વાગે શણગાર આરતી યોજાયેલ, જેનો લાભ એક લાખથી વધુ હરિભક્તોએ વડતાલ મંદિરમાં દર્શનનો લાભ લીધો હોવાનું મંદિરની અખબારી યાદીમાં જણાવેલ છે.

Other News : ભગવાનશ્રી સ્વામિનારાયણની ૧૯૨મી અંતર્ધાન તિથિએ ૧૭ સંસ્થાઓમાં વડતાલ મંદિર દ્વારા ભોજન પ્રસાદ વિતરણ

Related posts

ખેડાના ૭૦૦ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા…

Charotar Sandesh

ડાકોરને જોડતા તમામ માર્ગો પર પદયાત્રિકોનો ધસારો : ડાકોરના ઠાકોરને મળવા શ્રદ્ધાળુઓ આતૂર, જુઓ તસ્વીર

Charotar Sandesh

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉમરેઠ ખાતે નવીન અદ્યતન વિશ્રામ ગૃહનું ઈ-લોકાર્પણ…

Charotar Sandesh