Charotar Sandesh
સ્પોર્ટ્સ

ઓલમ્પિક ગોલ્ડ વિજેતા નીરજ ચોપરાને મળેલા ઇનામો પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે

નીરજ ચોપડા ગોલ્ડ મેડલ ગિફ્ટ

ન્યુ દિલ્હી : ટોક્યો ઓલમ્પિક ગેમ્સમાં ભારતે આ વખતે સારુ પ્રદર્શન કર્યુ અને તેમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ સર્જ્‌યો છે. ઓલમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ પર ઇનામનો વરસાદ થઇ રહ્યો છે જો કે તેમની ઉપર ઇનામની સાથે ટેક્સની જવાબદારી પણ આવી રહી છે. ખેલાડીઓને જે ઇનામ મળી રહ્યા છે તેની ઉપર ટેક્સ પણ ચૂકવવો પડે છે.

સીએ આનંદ જૈન કહે છે કે ઇન્કમ ટેક્સ એકટના સેશન ૧૦(૧૭એ) હેઠળ જો કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઇ ખેલાડીને કોઇ પણ પ્રકારનું ઇનામ આપે તો તે સંપૂર્ણ ટેક્સ ફ્રી છે.

તેમણે જણાવ્યું, માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારના જ ઇનામ પર ટેક્સ લાગતો નથી અન્ય તરફથી મળેલા ઇનામ પર ખેલાડીઓએ ટેક્સ ચૂકવવો પડે છે. જેમ કે આનંદ મહિન્દ્રા એ નીરજ ચોપડાને કાર ઇનામમાં આપવાની ઘોષણા કરી છે, હવે તેની ઉપર ખેલાડીએ ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.

આવકવેરાની જોગવાઇ મુજબ માત્ર વિજેતા ખેલાડીઓને જ પ્રાપ્ત ઇનામ જ ટેક્સ ફ્રી હોય છે. અન્ય ખેલાડી, કોચ વગેરેને મળતા ઇનામ પર ટેક્સની જોગવાઇ છે. જેમ કે હરિયાણા સરકાર દ્વારા મહિલા હોકી ટીમના નવ સભ્યોને આપવામાં આવનાર ઇનામની રકમ પર ટેક્સ આપવો પડશે.

હાલના નિયમ હેઠલ જો તમને ૫૦ હજાર રૂપિયાથી વધારે કિંમતનુ ગિફ્ટ મળે તો તેની ઉપર ટેક્સ ચૂકવવો પડે છે. ઘણી વખત વર્ષમાં ઘણા પ્રસંગો પર તમની મળતી ગિફ્ટ ૫૦ હજાર રૂપિયાની કે તેથી મોંઘી હોય તો તેની ઉપર ટેક્સ ચૂકવવો પડી શકે છે. તમારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં ૫૦ હજાર રૂપિયાથી વધારે મૂલ્યની ગિફ્ટની માહિતી આપવી પડે છે. જો નહીં આપ તો ભવિષ્યમાં મોટી મુસ્કેલી સર્જાઇ શકે.

Related News : મારા જીવન પર ફિલ્મ બને તો અક્ષયકુમાર અથવા રણદીપ હુડાને અભિનેતા તરીકે જોવા માંગુ : નીરજ ચોપડા

Related posts

પ્રેક્ટિસ મેચમાં રહાણેની કપ્તાની પર લોકો થયા ફિદા…

Charotar Sandesh

આઇપીએલ ૨૦૨૦ : અનિલ કુંબલે કિંગ્સ ઇલેવન પંજાબના કોચ બન્યા…

Charotar Sandesh

પ્રથમ ટી-૨૦માં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૧ રને હરાવ્યું…

Charotar Sandesh