Charotar Sandesh
બોલિવૂડ

પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાને ઝટકો, કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

રાજ કુંદ્રા

મુંબઈ : અશ્લીલ ફિલ્મના કેસમાં રાજ કુંદ્રાની જામીન અરજી પર આજે એટલે કે ૨૮ જુલાઈના રોજ સુનાવણી થવાની હતી. કોર્ટે ગઈકાલે એટલે કે મંગળવારે થયેલી સુનાવણીમાં રાજ કુંદ્રાને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો હતો. મંગળવારે બોમ્બે હાઈકોર્ટે કુંદ્રાને તાત્કાલિક રાહત આપી ન હતી. અશ્લીલ ફિલ્મોના નિર્માણ અને કેટલીક એપ્સ દ્વારા તેને અપલોડ કરવાના કેસમાં ૧૯ જુલાઈએ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ધરપકડ કરાયેલા રાજ કુંદ્રા અને રાયન થોર્પેએ જામીન અરજી કરી હતી જેની સુનાવણી આજે એસ્પ્લેનેડ કોર્ટમાં થઇ.

કુંદ્રાની જામીનની અરજી પર કોર્ટે આજે સુનાવણીમાં રાજ કુંદ્રાને મોટો ફટકો આપ્યો છે. અશ્લીલતા મામલે મુંબઈની કિલા કોર્ટે રાજ કુંદ્રા અને રાયન થોર્પની જામીન અરજી નામંજૂર કરી છે.

આ પૂર્વે ૨૭ જુલાઈની સુનાવણીમાં ક્રાઇમ બ્રાંચે કોર્ટને જણાવ્યું છે કે રાજના ઘરમાંથી ઘણા મહત્વના પુરાવા મળી આવ્યા છે. ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ફોરેન્સિક નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી હતી. જેની મદદથી ડેટા પાછો મળી રહ્યો છે. રાજના ઘરેથી હાર્ડડિસ્ક અને મોબાઈલ મળી આવ્યો છે. જ્યારે આરોપીઓના હોટશોટ્‌સ આઇઓએસ પર બતાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમને એપલથી ૧ કરોડ ૧૩ લાખ ૬૪,૮૮૬ રૂપિયા મળ્યા હતા.જે બેંક ખાતામાં પૈસા જમા કરાયા હતા તે કોટક મહિન્દ્રા બેંક, યસ બેન્ક અને અન્ય બેંક પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. હવે કેટલાક ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.

Related posts

Indian Idol : ઉત્તરાખંડના પવનદીપ રાજને જીત્યો ઈન્ડિયન આઈડલ-૧૨નો ખિતાબ

Charotar Sandesh

સિંગર કેકેના નિધનથી સમગ્ર ઈન્ટસ્ટ્રી સહિત ચાહકોને આઘાત : આવતીકાલે અંતિમસંસ્કાર કરાશે, PM રિપોર્ટ આવ્યો, જુઓ

Charotar Sandesh

ખેડૂત આંદોલનને લઈને હવે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મૌન તોડ્યું…

Charotar Sandesh