Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકનો પદભાર સંભાળતા વર્ષ ૨૦૧૬ની બેચના IPS અધિકારી પ્રવીણકુમાર

IPS અધિકારી પ્રવીણકુમાર

આણંદ : ભારતીય પોલીસ સેવાની ગુજરાત કેડરના વર્ષ ૨૦૧૬ ની બેચના આઈ.પી.એસ. અધિકારીશ્રી પ્રવીણ કુમારે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો પદભાર સંભાળી લીધો છે.

સંવેદનશીલ બોરસદ, પેટલાદ, ખંભાત શહેરો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાશે : ડીએસપી

UPSC ની પરિક્ષા પાસ કરી આઈ.પી.એસ. બન્યા બાદ શ્રી પ્રવીણ કુમારે કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ લઈ સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. ત્યારબાદ દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે ASP તરીકે અને એ પછી તેમની નિમણૂંક રાજકોટ શહેરમાં ડીસીપી ઝોન-૧ ખાતે થતાં તેમણે તેમની ફરજની સાથે ડી.સી.પી. ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.

ટ્રાફિક અને દબાણની વકરેલી સમસ્યાના છૂટકારા માટે ખાસ રણનીતિ અખત્યાર કરાશે : DSP

૩૩ વર્ષીય શ્રી પ્રવીણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે, પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણકુમારના પિતાશ્રી પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુના ખાતે ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જેના કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે થયો હતો. ત્યારબાદ તેમણે આઇ.આઇ.ટી. બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ ૨૦૧૧ માં તેઓએ યુ.પી.એસ.સી.ની તૈયારીઓ શરૂ કરી, જેમાં તેઓને વર્ષ ૨૦૧૬ માં સફળતા મળતા તેઓ IPS અધિકારી બન્યા.

કોઈપણ વ્યક્તિ, જુથ કોઈપણ પ્રશ્ને કાયદો હાથમાં લેતા પહેલા પોલીસને રજુઆત કરે : DSP

પોલીસ અધિક્ષકશ્રી પ્રવીણ કુમારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારી કારકિર્દીની શરૂઆતથી આજ દિન સુધીની મારી ફરજ દરમિયાન સૌ પ્રથમવાર મને આણંદ જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે સ્વતંત્ર કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તેમણે આણંદ જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાય તે માટેના કાર્યને પ્રાધાન્ય આપવાનું જણાવી આગામી દિવસોમાં આવનાર વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પુર્ણ થાય તેને પ્રાથમિકતા આપવાની સાથે જિલ્લાની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થાય અને સાયબર ક્રાઇમની બાબતને પણ અગ્રીમતાના ધોરણે હાથ ધરવાની નેમ વ્યક્ત કરી હતી.

Other News : ચુંટણી માહોલ જામ્યો :આણંદ-ખેડા જિલ્લાના ત્રણ-ત્રણ ધારાસભ્યોને રીપીટ કરાયા હોવાના અહેવાલો વહેતા થયા

Related posts

હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ નહિ, આઈટીઆઈમાં જવું પડશે…

Charotar Sandesh

આણંદ નજીક અડાસથી સુદણને જોડતા માર્ગ ઉબડખાબડ : માર્ગ વિકાસની વાતો માત્ર કાગળ ઉપર !

Charotar Sandesh

વડતાલ દ્વિશતાબ્દી નિમિત્તે ચતુર્થ સત્સંગસત્રમાં મીની હોસ્પિટલ જેવી એમ્બ્યુલંસનું લોકોર્પણ

Charotar Sandesh