Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

આગાહી ! અચાનક પલટાયું છે ગુજરાતનું વાતાવરણ, ૬૦ કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન !

ગુજરાતનું વાતાવરણ

અમદાવાદ : આગામી ૨૪ કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને Tapiમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, Amreli અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી ૫ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

તો Ahemdabad અને Gandhinagar માં છૂટા છવાયા વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં ૪૫થી ૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવા અણસાર પણ વ્યક્ત કરાયા છે.

અમદાવાદ અને Gandhinagarમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે

તાપીમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ડોલવણ તાલુકામાં આવેલી પૂર્ણા નદી ભારે વરસાદથી બે કાંઠે વહી. નદીમાં પૂર આવતા અનેક લો લેવલ કોઝ-વે પાણીમાં ગરકાવ થયા છે. સોનગઢથી ડાંગને જોડતો કોઝ-વે કોઝવે પાણીમાં ગરકાવ થતાં ભારે હાલાકી ભોગવવી પડે છે. નદીના પાણી રોડ પર ફરી વળતાં રોડ પણ બંધ થયા છે. નવસારીમાં કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી.

Chikhli અને ગણદેવીમાં કાવેરી નદીનું જળસ્તર ૧૨ ફુટે પહોંચ્યું છે. જેથી આંતલિયા-ઉડાચ ગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. પુલ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે…કાવેરી નદીના કાંઠે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા છે…તો ચીખલીમાં રિવરફ્રન્ટ નજીકનો કોઝ-વે પણ પાણીમાં ગરકાવ થયો.

હવામાન વિભાગના જણાવાયા અનુસાર આવતીકાલે (શુક્રવાર) સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના Junagadh, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર રહેશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ પડશે. ગાજવીજ અને તોફાની પવન સાથે ૨૮ જુલાઈએ Navsari, વલસાડ, Daman માં અતિભારે વરસાદ પડશે. આગામી ૫ દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

Other News : ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં આણંદ જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

Related posts

નવરાત્રી મહોત્સવ : કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નિર્ણય…

Charotar Sandesh

માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝ ને લઇ કર્યા ત્રણ સંકલ્પ…

Charotar Sandesh

SOP : ગુજરાત શેરી ગરબાને મંજૂરી, રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી

Charotar Sandesh