Charotar Sandesh
ગુજરાત

તૈયારી કરો : ૬ ઓગસ્ટે યોજાશે ગુજકેટની પરીક્ષા

પરીક્ષા
પરીક્ષાનો સમય ૧૦થી સાંજે ૪ વાગ્યા સુધીનો રહેશે

ગાંધીનગર : ગુજકેટની પરીક્ષાઓ લેવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. ૬ ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાનો સમય ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધીનો રહેશે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ ની પરીક્ષા લેવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આજથી ધોરણ ૧૦ અને ૧૨ ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત આજે રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Other News : સુપ્રસિદ્ધ અનસૂયા માતાની તપોભૂમિ વિકાસથી વંચિત ! દર્શનાર્થીઓમાં રોષની લાગણી

Related posts

એલઆરડી ભરતીને લઈ છોટાઉદેપુર બંધ, આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા…

Charotar Sandesh

Live : ”વાયુ” વાવાઝોડાનો કરંટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં 75થી 80ની સ્પીડે તેજ પવનના સૂસવાટા શરૂ…

Charotar Sandesh

ઓનલાઈન છેતરપીંડી અટકાવવા માટે સાયબર વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટ…

Charotar Sandesh