Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯ અને ૧૧ સાયન્સની પરીક્ષાની પેપર સ્ટાઈલ તૈયાર કરી

શૈક્ષણિક વર્ષ

અમદાવાદ : રાજ્યમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધોરણ ૯થી૧૨ની પરીક્ષા પદ્ધતિમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યાં છે. જેના પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિષયોના પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. આ પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે જ અમલી રહેશે તેવી પણ સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

બોર્ડ દ્વારા અગાઉ ધોરણ ૧૦ના ૧૧ વિષયોના પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણદીઠ ગુણભાર જાહેર કરવામાં આવ્યાં હતાં.કોરોનાકાળમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું. ત્યાર બાદ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. સંક્રમણને કારણે અભ્યાસ પર અસર થતાં શિક્ષણ વિભાગ દ્વારા એક વર્ષ માટે ધોરણ ૯થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામા આવ્યાં છે. હવે બીજી પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯ અને ૧૧ સાયન્સ માટે માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુણભાર અને હેતુલક્ષી પ્રશ્નોની વિગતો તૈયાર કરવામાં આવી છે.

ધોરણ ૯થી ૧૨ની બીજી પરીક્ષાને લઈને સાયન્સના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ અને પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરવામાં આવ્યાં છે. બોર્ડે નક્કી કરેલ માળખા મુજબ જ સ્કૂલોએ પ્રશ્નપત્ર કાઢવાનું રહેશે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઇઓ અને તમામ સ્કૂલોને આ માટે પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે.બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા માળખામાં ૧૫ ગુણના ૧૩ હેતુલક્ષી પ્રશ્નો, ૪ ગુણના અતિ ટુંકા ૪ પ્રશ્નો, ૧૭ ગુણના ૧૭ ટુંકા પ્રશ્નો, ૯ ગુણના ૩ લાંબા પ્રશ્નો અને ૫ ગુણનો એક લાંબો પ્રશ્નનો સમાવેશ કરાયો છે. પ્રશ્નપત્રમાં કુલ ૫૦ ગુણના પ્રશ્નો પુછાશે. માત્ર આ વર્ષ દરમિયાન જ આ પદ્ધતિથી પરીક્ષા યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સના ૧૪ વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં છે

તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ ૯થી૧૨ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો ૨૦ ટકાના બદલે ૩૦ ટકા પૂછવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને બોર્ડ દ્વારા ૧૪ વિષયોના ફોર્મેટ જાહેર કરાયાં છે.

Other News : ભારતમાં કોરોનાની સાથે નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં પણ વધારો

Related posts

બેલા ચાઓનું મ્યુઝિક ગુજરાતી ડાયરામાં ગવાયું : વિડીયો એ ધૂમ મચાવી

Charotar Sandesh

ગુજરાતમાં આજે નવા 55 કેસ જેમાંથી અમદાવાદમાં નવા 50 કેસ : રાજ્યમાં કુલ 241 કેસ…

Charotar Sandesh

રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ : આ શહેરોમાં ૩ દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ

Charotar Sandesh