Charotar Sandesh
ગુજરાત

ભાવ ઐતિહાસિક સપાટીએ : ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થયો

પેટ્રોલનો ભાવ


ન્યુ દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણના ભાવમાં વોલેટાલિટીની વચ્ચે દેશમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ભારતીય તેલ કંપનીઓ દ્વારા ૬ ઑક્ટોબરના રોજ રજૂ કરાયેલા ભાવના મતે પેટ્રોલ અને ડીઝલમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

આજે પેટ્રોલમાં 29 પૈસા, ડિઝલમાં 38 પૈસાનો વધારો : અમદાવાદમાં પેટ્રોલ રૂા.100.04: રાજકોટ, જામનગર, કચ્છ અને સુરતને બાદ કરતા તમામ જીલ્લામાં ભાવ 100ની ઉપર

ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં ૮૪ પૈસા જેવો વધારો થયો છે. સતત વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલના ભાવ વધી જતાં મધ્યમવર્ગની કમર ભાંગી ગઈ છે. મહિનાનું બજેટ વેરવિખેર થઇ ગયું છે અને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બની ગયું છે.

૨૪ સપ્ટેમ્બરથી ફરી એક વાર ઈંધણના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ હતી. આજના વધારા બાદ દેશમાં ડીઝલની કિંમતોમાં ૨.૮૦ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. એક સપ્તાહમાં પેટ્રોલના ભાવમાં ૧.૮૦ રૂપિયા પ્રતિ લીટરનો વૃદ્ધિ થઈ છે.પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી.

હાલમાં દેશના ૨૫થી વધુ રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, આંધ્ર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, નાગાલેન્ડ, પુડુચેરી, તેલંગાના, પંજાબ, સિક્કિમ, ઉડીસા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરની ઉપર છે.

આ વર્ષે ૧ જાન્યુઆરીએ પેટ્રોલ ૮૩.૯૭ અને ડિઝલ ૭૪.૧૨ રૂપિયા પ્રતિ લિટર હતું. તે હવે ૧૦૨.૯૪ અને ૯૧.૪૨ રૂપિયા પ્રતિ લિટર થયું છે. એટલે કે ૯ મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ ૧૯.૦૩ અને ડિઝલ ૧૭.૩૬ રૂપિયા સુધી મોંઘુ થયું છે.

Other News : હાય રે મોંઘવારી : ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૫ રૂપિયાનો વધારો

Related posts

ધૂળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાતા રંગો અને પિચકારીનો ધંધો ઠપ્પ : વેપારીઓમાં ચિંતા…

Charotar Sandesh

ત્રીજી લહેરની આશંકા ! રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં જ કેસ અઢી ગણા વધ્યા : કેસો ૫૦૦ને પાર

Charotar Sandesh

અંગ્રેજ બાદ હવે ભાજપ સામે લડવાનો વારો આવ્યો છે : અમિત ચાવડા

Charotar Sandesh