Charotar Sandesh
ગુજરાત

વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચા : દેશભરના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેઓનો ઉત્સાહ વધાર્યો

વડાપ્રધાન મોદીની પરીક્ષા પે ચર્ચા

ન્યુ દિલ્હી : હાલમાં દેશભરના રાજ્યોમાં ધોરણ ૧૦ અને ૧રના બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે, ત્યારે આજે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી (PM Narendra modi) એ નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ થી દેશભર ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરીને છાત્રો નો ઉત્સાહ વધાર્યો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

CM ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા, આ સાથે રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર,શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ તેમજ શાળા પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ૧૨૭ મિનિટ સુધી વાતચીત કરી હતી

વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi) એ સૌપ્રથમ દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા કેટલાક પ્રદર્શન પ્રોજેક્ટ્‌સ નિહાળ્યા હતા. આ દરમિયાન તેમણે બાળકોના ઓટોગ્રાફ પણ લીધા હતા. આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ૧૨૭ મિનિટ સુધી વાતચીત કરી હતી અને પરીક્ષામાં સારું પરિણામ મેળવવા માટે ઘણી બધી ટિપ્સ આપવામાં આવી હતી.

નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ થી દેશભર ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરીને છાત્રો નો ઉત્સાહ વધાર્યો

વડાપ્રધાન મોદી (PM Narendra modi) જણાવેલ કે, વિશ્વમાં શિક્ષણની નીતિ ઘડતરમાં આટલા લોકોને સામેલ કરવા એ એક રેકોર્ડ બન્યો છે. તેમજ ગ્રામીણ, શહેરી, વિદ્યાર્થીઓના તમામ સ્તરે ચર્ચા અને સંશોધન કર્યા બાદ ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો, જે પછી લોકોને મોકલીને લાખો ઈનપુટ લેવામાં આવ્યા જે બાદ તેને લાવવામાં આવી, તેમાં રમતગમત ફરજીયાત કરાયું છે, આ બાબતે દેશના દરેક વર્ગે તેનું જોરદાર સ્વાગત કરવામાં આવેલ છે.

Advocate Mukesh Danak – Mo. 72260 11144

Other News : નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રીની ચર્ચા વચ્ચે પાટીદારોને રીઝવવા ભાજપે ઘડ્યો એક્શન પ્લાન, જુઓ

Related posts

કડાણા ડેમમાંથી પાણી છોડતા મહીસાગર બે કાંઠે વહી : કાંઠા વિસ્તારા 42 ગામને એલર્ટ કરાયા…

Charotar Sandesh

ભાજપ અધ્યક્ષ પાટીલ પૈસા અને સત્તાના જોરે મનફાવે કરે છે : આપ નેતા ગોપાલ ઈટાલિયા

Charotar Sandesh

ગુજરાતમાં રેકોર્ડબ્રેક : ગીરસોમનાથ બાદ આ શહેરમાં પેટ્રોલની કિંમત રૂપિયા ૧૦૦ને પાર

Charotar Sandesh