Charotar Sandesh
ગુજરાત

રાજ્યના આરટીઓમાં ત્રણ મહિનાથી કાર્ડની અછત સર્જાતા ડ્રાઈવિંગ લાયસન્સની પ્રિન્ટ માન્ય ગણાશે

ડ્રાઈવિંગ લાયસન્સ

અમદાવાદ : રાજ્યમાં ટ્રાફિક નિયમોનો અમલ કરાવવા પ્રયાસો હાથ ધરવામાં આવતાં હોય છે, ત્યારે આરટીઓ ઓફીસમાં લાયસન્સ કઢાવવા ઉમેદવારોનો ધસારો જોવા મળતો હોય છે. ત્યારે અગાઉ થોડાંઘણાં સ્માર્ટ કાર્ડ આવ્યાં હતાં એ પણ સમાપ્ત થઇ જતાં હવે રાજ્યના પરિવહન વિભાગે ખાસ પરિપત્ર કરીને જણાવ્યું હતું કે સ્માર્ટકાર્ડ આવે ત્યાં સુધી અરજદારો પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાઇસન્સ એ૪ સાઈઝમાં પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશે અને એ પણ માન્ય ગણાશે.

આ બાબતે તાજેતરમાં જ પરિવહન વિભાગે એક પરિપત્ર કર્યો છે, જેમાં જણાવાયું છે કે mparivahan અને Digilocker ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય દસ્તાવેજ ગણાશે.

અરજદારની અરજી એપ્રૂવ થયેથી સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદારના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે એ સમયગાળામાં અરજદાર ડ્રાઇવિંગ લાઇસન્સના એ-૪ સાઈઝ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે, જે અરજદાર અરજી એપ્રૂવ થયેથી અરજદારને મોબાઇલ નંબર પર મળેલી એસએમએસ લિંક અથવા સારથી પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે અને ડાઉનલોડ કરેલા આ દસ્તાવેજ મોટર વ્હીકલ રૂલ્સ, ૧૯૮૯ અંતર્ગત માન્ય છે.

Other News : મુન્દ્રા પોર્ટ પરથી જપ્ત કરાયેલો ભારતમાં પ્રથમવાર ૨૧ હજાર કરોડનો ડ્રગ્સ સળગાવાશે

Related posts

રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી : સીએમ રૂપાણી

Charotar Sandesh

કોરોના કાળમાં રાજ્યમાં ૧૭,૦૦૦ કરોડના લોકાર્પણ-ખાતમૂર્હતના કામો થયા : મુખ્યમંત્રી

Charotar Sandesh

વડોદરામાં રૂ. ૮૮.૮૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ કરાયું

Charotar Sandesh