Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં રહેણાંક-ભરચક વિસ્તારમાં બનેલ ભયાનક આગની ઘટનામાં ચર્ચાતા સવાલો !

મયુર સેલ્સ (mayur sales) દુકાનમાં આગ

આણંદ : શહેરની ભરચક-રહેણાંક વિસ્તારમાં આવેલી નગરપાલિકાની ૫૦ મીટરના હદના લક્ષ ઇન્ટીરિયા નામના કોમ્પેક્ષમાં આવેલી મયુર સેલ્સ (mayur sales) નામની ફટાકડાની દુકાનમાં સોમવારે બપોરના સુમારે અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી. આજ કોમ્પેક્ષના બીજા માળે છ જેટલી દુકાનોમાં આ જ વ્યાપારીનું ફટાકડાનું ગોડાઉન આવેલ હોય ગણતરીની મીનીટોમાં જ આગ (fire) બેકાબૂ બનતા સમગ્ર કોમ્પલેક્ષ ભળભળ સળગવા લાગ્યું હતું. આ ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે, દારૂખાનામાં લાગેલી આગ બેકાબૂ બનતા વિદ્યાનગર, પેટલાદ, ખંભાત સહિત વડોદરા ફાયર વિભાગી પણ મદદ લેવાઇ હતી. આ ઘટનામાં લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકો જીવ બચાવીને ભાગ્યા હતા. જે પૈકી કેટલાંક વાહન માલિકો પોતાના વાહન લઈ શક્યા નહોતા. જેને પગલે પાંચ બાઈક અને એક કાર મળી કુલ સાત વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

  • રહેણાંક વિસ્તારમાં મોતની હાટડી ચલાવવાની પરવાનગી કોને આપી ?

    શહેરના અતિભરચક એવા નગરપાલિકા નજીકના વિસ્તારમાં આટલી મોટી માત્રામાં દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરાયો હતો તે બાબત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. રહેણાક વિસ્તારમાં મોતની હાટડી ચલાવવાની પરવાનગી કોને આપી તે વિષય જાગૃત નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

  • શાળાના વિદ્યાર્થીઓના જીવ સામે પણ જોખમ સર્જાયું હતું !

    ફટાકડાની દુકાનમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તે કોમ્પેક્ષની પાછળના ભાગે જ એક શૈક્ષણિક સંસ્થામાં આવેલી છે. દુકાનમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા આ શૈક્ષણિક સંસ્થાના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે સંસ્થા સંચાલકો તુંરત જ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી દીધા હતા.

  • દશેરાના દાહડે જ ઘોડો ના દોડ્યો તેવો ઘાટ સર્જાયો હતો !

    છેલ્લાં કેટલાંય સમયથી આણંદ નગર પાલિકા પાસે આગ બુઝાવવા માટે પૂરતા સાધનો નથી. આ અંગેની અધિકારીઓ દ્વારા રજૂઆત કરવા છતાં પણ રાજકીય પક્ષો આ વાત કાને ધરતા નથી. આગ લાગી ત્યારે પાલિકા પાસે પૂરતા સાધનો ન હોય દિવાબત્તી વિભાગના વાહનની મદદ લેવાની ફરજ પડી હતી.

  • આણંદ પાલિકામાં ફાયરસેફટી નિયમો ચોપડે જ ચાલી રહ્યા છે ?

    ફાયરવિભાગ વારંવાર ફાયરસેફટી અંગે નોટિસો નગરપાલિકાના વિસ્તારમાં આવેલી બિલ્ડીંગોને આપે છે અને તેની જાણ નગરપાલિકાને પણ કરે છે. આમ છતાં ઓળખાણ પાળખાણ અને ખુશામત વ્હાલી વહીવટી નીતિરીતિ રાખતા સત્તાધીશો ફાયર સેફ્ટી બાબતે કુણું અને બેજવાબદારભર્યું વલણ દાખવી રહ્યા છે.

  • દારૂખાનાનો જથ્થો કેટલી માત્રામાં રાખવી તે અંગે પરમિશન હતી કે કેમ ?

    મયુર સેલ્સ નામની દુકાનના માલિકને ફટાકડાની દુકાન માટે પરમિશન આપવામાં આવી હતી. પરંતુ તેમાં કેટલી માત્રામાં રાખવા, ગોડાઉન રાખવા માટે હતી કે કેમ ?

Other News : આણંદ : પોલીસ જવાનોને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે પ્રશસ્‍તિપત્ર એનાયત કરાયા

Related posts

ખુલ્લી છતનો તપસ્વી શિક્ષક : ચિખોદરાના શિક્ષકનો ગરીબ, દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાનો જ્ઞાનયજ્ઞ

Charotar Sandesh

શાળા સંચાલકો દ્વારા ચોક્કસ જગ્યાએથી જ સ્ટેશનરી ખરીદવાના ફતવાથી વાલીઓમાં રોષ, જુઓ વિગત

Charotar Sandesh

સરદાર પટેલ યુનિ.ના 63મા દીક્ષાંત-સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા રાજ્યપાલશ્રી…

Charotar Sandesh