Charotar Sandesh
ગુજરાત

૩૭ વર્ષ બાદ જયરાજસિંહ પરમારના કોંગ્રેસને રામ રામ : બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા

જયરાજસિંહ પરમાર

ગાંધીનગર : રાજ્યના રાજકારણમાં આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે, જેમાં કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે.

ચાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ ટિકિટ ન આપતાં જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે

વધુમાં ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ છતાં નિરાશા સાંપડતાં છેવટે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે.

તેમણે ઉત્તર ગુજરાતના તેમના ટેકેદારો મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર, બેચરાજી તાલુકા કોંગ્રેસપ્રમુખ વાઘુભા જાડેજા, બેચરાજીના પૂર્વ પ્રમુખ રણુભા ઝાલા,બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જશુ પ્રજાપતિ સહિતના ૧૫૦ જેટલા આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.

Other News : સુરતમાં ગ્રીષ્માના પરિવારજનોને મળ્યા ભાજપ પ્રમુખ સીઆર પાટીલ : કહ્યું હત્યારાને ઝડપથી સજા મળે તેવા પ્રયાસ કરાશે

Related posts

વિલે પારલા હરિજન સમાજ પંચાયત તરફથી સમસ્ત હરિજન જ્ઞાતિબંધુઓ દ્વારા જાહેર ભંડારો યોજાશે

Charotar Sandesh

ગુજરાતમાં ૧ જૂનથી લોકડાઉન-૫ એ માત્ર એક અફવા : રૂપાણી

Charotar Sandesh

મેદાનમાં યોજાતા લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં મહેમાનો આમંત્રિત કરી શકાશે : CM રૂપાણી

Charotar Sandesh