Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા કલાત્મક ચીજોનું વેચાણ કરવા પ્રાદેશિક મેળો-૨૦૨૧

પ્રાદેશિક મેળો

સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા તેમના દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજો તા.૪ નવેમ્બર સુધી ખરીદ કરો

આણંદ : દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રિય આજીવીકા મીશન, જિલ્લા પંચાયત,આણંદની સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજોનું વેચાણ કરવા પ્રાદેશિક મેળો-૨૦૨૧ માં આર્ટ અને ક્રાફ્ટનો સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે.

જુની તાલુકા પંચાયત કચેરી આણંદ ખાતે .૪/૧૧/૨૦૨૧ સુધી દશ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવેલ સ્ટોલમાં હોમ ડેકોરેશન, અકીકના પત્થરની ડીઝાઇનના આભૂષણ, હાથ બનાવટના ચંપલ, કટલરી આઇટમ માટીના વિવિધ પ્રકારના દિવડા અને રમકડા, પેચવર્ક તોરણ, રંગોળીના સાધનો સહીત અન્ય હસ્ત ઉત્પાદિત વસ્તુઓનું સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા વેચાણ કરાવામાં આવી રહેલ છે.

પ્રાદેશિક મેળો-૨૦૨૧ માં આર્ટ અને ક્રાફ્ટનો સ્ટોલમાથી ખરીદી કરી સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા જિલ્લા પંચાયત આણંદના દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રિય આજીવીકા મીશનના શ્રી બિનાબેન ત્રિવેદી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

Other News : આણંદ : NRIના પ્રશ્નોનો ડીઝીટલ માધ્યમથી ઉકેલ આવે તે માટેની એપ્લીકેશન લોન્ચ કરાઈ

Related posts

આણંદ RTO દ્વારા બેદરકારી દાખવનાર વાહનચાલકો સામે લાલ આંખ : ૬ લોકોના લાયસન્સ રદ્દ કરાયા

Charotar Sandesh

ગ્રામ પંચાયતની ચુંટણીમાં વિજય પ્રાપ્ત કરવા ઉમેદવારો દ્વારા સોશિયલ મિડીયામાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો

Charotar Sandesh

આણંદ લોટેશ્વર મહાદેવ પાસે જુનો કુવો મળી આવ્યો : લોકો અને શ્રદ્ધાળુઓમાં કુતૂહલ સર્જાયું…

Charotar Sandesh