Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા ખાતે આ સિટીમાં ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ : રાષ્ટ્રગાનની ગુંજ વિદેશમાં ઉઠી

પ્રજાસત્તાક પર્વ

USA : અમેરિકાના સેરિટોઝ સિટીના ટાઉન સેન્ટર હોલ ખાતે ભારતીયો દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખૂબ ઉત્સાહ અને ધામધૂમ સાથે થઇ હતી. જેમાં આણંદના લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.

લોસ એન્જલસના સેરિટોઝ સિટીના ટાઉન સેન્ટર હોલ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વ દિનની ઉજવણી અમેરિકન ભારતીયો દ્વારા કરવામાં આવી હતી

આ સમારોહમાં ભારતના એમ્બેસેડર ડો. ટી.વી.નાગેન્દ્ર પ્રસાદ, એનાહેમ સિટીના મેયર હેરી સીધુ, સેરિટોક સિટીના પોલીસ ચીફ કેપ્ટન મિહન ડિન, ઉદ્યોગપતિ અને ઉદ્યોગપતિ અવધેશ અગ્રવાલ, ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડેન્ટ તથા આણંદના લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, ઇન્ડિયન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરીમલ શાહ તથા સુરેશ મોદી સહિત મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે ભારતીય કોન્સ્યુલેટ જનરલ ડો. ટી.વી. નાગેન્દ્ર પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ સમારોહના આયોજકોને આ પર્વની ઉજવણી સંદર્ભે ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

  • Nilesh Patel

Other News : આણંદ જિલ્લામાં ગામેગામ ઠંડીનું મોજું ફરી વળ્યું : જાણો હજુ કેટલા દિવસ કાતિલ ઠંડીનું જોર રહેશે

Related posts

અમેરિકામાં ભારે વરસાદ-પૂરના કારણે ૧૧ના મોત…

Charotar Sandesh

અમેરિકામાં કોરોનાનું વાવાઝોડુઃ ૨૪ કલાકમાં ૨૭૦૦થી વધુ લોકોના મોત…

Charotar Sandesh

ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન : અમે ચીનની સાથે વેપાર જ કરવાના નથી…

Charotar Sandesh