આણંદ : પુર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દીગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી (મ્રટ્ઠટ્ઠિંજૈહર ર્જીઙ્મટ્ઠહૌ) અને તેમના પત્ની રેશમાબેન પટેલના વિવાદ બાદ તેઓએ ગંભીર પુનઃ આક્ષેપ કર્યા છે, જે ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે.
આજરોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેને મિડીયા સમક્ષ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, હું ભરતસિંહ સોલંકીને ક્યારેય છુટાછેડા નહીં આપું અને યુદ્ધ એ જ કલ્યાણ છે. મતભેદ થાય છે મનભેદ ક્યારેય નહીં છતાં મેં તેમની વાતોને ભૂલી જઈ પરિવારની આબરૂ ન જાય તે માટે શાંત રહેલ, પરંતુ હવે યુદ્ધ એ જ કલ્યાણ છે અને હું છુટાછેડા ક્યારેય નહીં આપું અને ઘરમાંથી ક્યારેય પગ નહીં કાઢીશ હવે જે થશે એ થશે. મારી નાંખવી હોય તો મારી નાંખે, આ ઘરમાંથી મારી લાશ જ બહાર નિકળશે. ભરતસિંહ તેઓને જાહેર નોટિસ આપી તેઓના તથા તેઓના પરિવારજનોની ઈજ્જત આબરૂ સાચવવાના બદલે ધજાગરા કરી દીધા છે. ભરતસિંહે તેમની પત્ની રેશ્માબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. જેથી તેઓએ કોર્ટનો સહારો લીધો અને પોલીસ પ્રોટેકશન માંગવું પડ્યું હતું.
રેશ્માબેને આણંદ જિલ્લા ડીએસપી સાથે કેમ પોલિસ પ્રોટેક્શન માંગ્યું ?
કોંગ્રેસના નેતા ભરતસિંહ દ્વારા અપાતી ધમકીઓને લઈ ડરી જઈ રેશ્માબેન અમેરિકા જતા રહ્યાં હતા, જ્યારે થોડા દિવસ પહેલા અમેરિકાથી પરત આવ્યા બાદ બોરસદ ઘરે ગયા તો તો તેમને ભરતસિંહે જાનથી મારી નાખવાની ધમકી આપી અને ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી હતી જે ચર્ચાનો વિષય બન્યો છે.
Other News : આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા પ્રશંસનીય કાર્ય કર્યું, જુઓ વિગતવાર